Tuesday, September 21, 2021
Homeરાજકોટ : સિવિલ હોસ્પિટલમાં સતત ચોથા દિવસે એક પણ એમ્બ્યુલન્સ વેઇટિંગમાં ન...
Array

રાજકોટ : સિવિલ હોસ્પિટલમાં સતત ચોથા દિવસે એક પણ એમ્બ્યુલન્સ વેઇટિંગમાં ન જોવા મળી

રાજકોટમાં આજે સતત ચોથા દિવસે સિવિલમાં સા૨વા૨ માટે ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં દ૨રોજ 100થી વધુ એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો સાથે દર્દીઓની લાગતી લાંબી લાઈન આજે એકાએક પૂર્ણ થઈ ગઈ છે. જ્યાં એક પણ વાહન જોવા મળ્યા નથી. હાલ તબીબો દ્વારા દર્દીઓને તેમના વાહનોમાં તપાસવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત તંત્ર દ્વારા સ્વામિનારાયણ ગુરૂકુળ ના સહયોગથી ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં જ દર્દી અને તેમના પરિવારજનો માટે ભોજન સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરંતુ અહીં પ્રશ્નએ થાય છે કે લાઈન ઘટવા છતાં પણ દરરોજ શહેરમાં પોઝિટિવ કેસનો આંકડો 500ને પાર કરી જાય છે.

જો આમ જ રહ્યું તો રાજકોટમાં અચૂક પણે કોરોના કાબૂમાં આવી જશે
આ દ્રશ્ય નિહાળીને લોકો આશ્ચર્યમાં મૂકાયા હતાં. તબીબોમાં પણ જો૨શો૨થી ચર્ચા ચાલી હતી કે આવું કેમ થયું? હજુ કેટલાક દિવસો સુધી આ પ્રકા૨નું દ્રશ્ય જોવા મળે તેવું સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું ત્યારે અચાનક આખી લાઈન જ જોવા ન મળતાં અનેક તર્ક–વિતર્ક શરૂ થયા હતાં. ઉલ્લેખનીય છે કે જો આમ જ રહ્યું તો રાજકોટમાં અચૂક પણે કોરોના કાબૂમાં આવી જશે.

આ લાઈન 1 મહિના બાદ પૂર્ણ થઈ
ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં દિવસે ન વધતી કતા૨ દર્દીઓ સાથે રાત્રે વધતી હતી. 100થી વધુ દર્દીઓનું લાંબુ વેઈટિંગ હોવાથી ઓપીડી સુધી પહોચતા પહોંચતા દશેક કલાક થતી હતી પરંતુ આજે વહેલી સવા૨થી ગ્રાઉન્ડમાં એક પણ દર્દી સાથેનું વાહન ન દેખાતાં અહીંથી પસા૨ થતાં લોકો પણ અચંબિત થઈ ગયા હતાં. એકંદરે આ લાઈન 1 મહિના પછી તબીબોને પણ માનસિક રાહત આપતી સાબિત થઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments