Thursday, August 11, 2022
Homeરાજકોટ : વિદેશી વિદ્યાર્થીઓને પીએચડી કરવા માટે એડમિશન ટેસ્ટ અને એન્ટ્રન્સ ટેસ્ટમાંથી...
Array

રાજકોટ : વિદેશી વિદ્યાર્થીઓને પીએચડી કરવા માટે એડમિશન ટેસ્ટ અને એન્ટ્રન્સ ટેસ્ટમાંથી મુક્તિ અપાશે

- Advertisement -

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તારીખ 18 માર્ચને ગુરુવારે બીયુટી (બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચિંગ)ની મિટિંગ મળનાર છે જેમાં મુખ્યત્વે કોલેજોના જુદા જુદા અભ્યાસક્રમને રિન્યૂ કરવા સહિતના 117 મુદ્દાઓની ચર્ચા કરાશે જેમાં સૌથી વધુ મહત્ત્વની બાબત વિદેશી વિદ્યાર્થીઓને પીએચડી કરવા માટે એડમિશન ટેસ્ટ અને એન્ટ્રન્સ ટેસ્ટમાંથી મુક્તિ આપવી કે કેમ તે અંગે ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવાશે. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી માનોવિજ્ઞાન ભવનની પીએચડીની વિદ્યાર્થિનીએ ગાઈડ હેરાન કરતા હોવાની, પીએચડી પૂરું નહીં કરાવવાની ધમકી આપતા હોવાની કરેલી ફરિયાદના અનુસંધાને બીયુટીની મિટિંગમાં આ વિદ્યાર્થિનીનું પીએચડીનું રજિસ્ટ્રેશન રદ કરવું કે નવા ગાઈડ ફાળવવા તે અંગે નિર્ણય કરાશે.

ICCR હેઠળ ચાલતા સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ વર્ષ 2015થી વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે કમિટીની રચના કરી છે અને તેની ગાઈડલાઈન પ્રમાણે વિદેશી વિદ્યાર્થીઓને પીએચડીની એડમિશન ટેસ્ટ તથા પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટમાંથી મુક્તિ આપવાની થાય છે. યુજીસીની 2016ની ગાઈડલાઈન પ્રમાણે તથા યુનિવર્સિટીના નિયમો મુજબ સંબંધિત વિદ્યાર્થીઓએ એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની રહે છે.

યુજીસીની ગાઈડલાઈનમાં ફોરેનના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ છૂટછાટ આપવામાં આવેલ નથી. આથી આઈસીસીઆર હેઠળ ચાલતા સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામમાં વિદેશી વિદ્યાર્થીઓના પીએચડી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા મુદ્દે વિચારણા કરાશે. આ ઉપરાંત મનોવિજ્ઞાન ભવનની પીએચડીની વિદ્યાર્થિનીને નવા ગાઈડ ફાળવવા મુદ્દે પણ કાલની બીયુટીની મિટિંગમાં નિર્ણય લેવાશે. બોર્ડ ઓફ યુનિવર્સિટી ટિચિંગની મીટિંગમાં અભ્યાસક્રમને રિન્યૂ કરવા જુદા જુદા 117 મુદ્દાઓ મુકવામાં આવશે. આ તમામ મુદ્દાઓની ચર્ચા કરી બીયુટીના સભ્યો વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular