રાજકોટ : ભાજપના પૂર્વ પ્રમુખ નિલેશની ઓડિયો ક્લિપ વાઇરલ થતા રાજકારણ ગરમાયું

0
4

રાજકોટ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે મતદાનના માહોલ વચ્ચે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડી.કે.સખીયા અને ધોરાજી ભાજપના પૂર્વ પ્રમુખ નિલેશની ઓડિયો ક્લિપ વાઇરલ થતા રાજકારણ ગરમાયું છે. જેમાં ડિ.કે. સખીયા બોલે છે કે, જિલ્લા ભાજપના મહામંત્રી નાગદાન ચાવડાના ભત્રીજાને પાડી દેવો છે.

નાગદાન ચાવડાના ભત્રીજાના પત્નીને હરાવવાનો ઓડિયો ક્લીપમાં ઉલ્લેખ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના જ નેતાઓને હરાવવાની વાત કરતી આ ઓડિયો ક્લીપ વાઇરલ થતા સમગ્ર જિલ્લામાં આ અંગે ચર્ચા થઈ રહી છે. જેમાં ભાજપના પૂર્વ પ્રમુખ ડી.કે.સખિયાની વર્તમાન પ્રમુખ મનસુખ ખાચરીયા સામે નારાજગી સ્પષ્ટ પણે સામે આવી રહી છે. આ સાથે ડી.કે.સખીયાએ પૂર્વ પ્રમુખ અને હાલ જિલ્લા ભાજપના મહામંત્રી નાગદાન ચાવડાના ભત્રીજાના પત્નીને બેડી બેઠક પરથી ટિકિટ આપવામાં આવતા તેને પાડી દેવા છે મતલબ કે હરાવવા છે તેવો ઉલ્લેખ કર્યો છે

.

નાગદાન ચાવડા ડાબી બાજુ અને ભત્રીજાના પત્ની સુમીતાબેન ચાવડા જમણી બાજુ

આ ક્લીપ 10 દિવસ જૂની- ડી.કે.સખિયા

આ સમગ્ર બનાવને પગલે ડી.કે.સખીયાએ જણાવ્યું હતું કે, આ ઓડિયો ક્લિપ 10 દિવસ પૂર્વેની છે અને આ ક્લિપ નિલેશ દ્વારા જ વાઇરલ કરવામાં આવી છે. મેં પાર્ટીમાં કેટલો ભોગ દીધો છે અને કેટલી મહેનત કરી છે તેની નોંધ વર્તમાન પ્રમુખે લેવી જોઈએ. અહીં સ્પષ્ટ પણે વર્તમાન પ્રમુખ મનસુખ ખાચરીયા સાથેના આંતરિક જુથવાદથી પક્ષને નુકસાન કરવાની તૈયારી ડી.કે.સખીયાએ દર્શાવી છે. હવે જોવાનું એ છે કે પક્ષ પ્રમુખ અને પ્રદેશ પ્રમુખ દ્વારા આ મુદ્દે શું નિર્ણય લેવામાં આવે છે.

કુંવરજી બાવળિયાએ મતદાનની ગુપ્તતા જાળવી નહીં

કુંવરજી બાવળિયાએ મતદાનની ગુપ્તતા જાળવી નહીં

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ મતદાન કરી કહ્યું- મેં ભાજપને મત આપ્યો

વીંછિયાની પ્રાથમિક શાળામાં કુંવરજી બાવળિયાએ મતદાન કર્યુ હતું. મતદાન કર્યા બાદ ક્યાં પક્ષને મતદાન કર્યું તે અંગે ગુપ્તતા રાખવાની હોય છે. પરંતુ કુંવરજી બાવળિયાએ મતદાનની ગુપ્તતા જાળવી નહીં અને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મેં આજે મારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અને તાલુકાના ઉમેદવારોને મત આપી દિવસની શરૂઆત કરી છે. બીજી તરફ ગોંડલના મોવિયામાં EVMમાં મતદાન થતું હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ અંગે ચૂંટણી અધિકારીએ ધોરણસરની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. બીજી તરફ રાજકોટ જિલ્લાના આણંદપર જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપના ઉમેદવારને મત આપતો EVMનો વીડિયો વાઇરલ થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here