Saturday, September 18, 2021
Homeરાજકોટ : કાલથી ગેલેક્સી અને આઇનોક્સ સિનેમાઘર શરૂ
Array

રાજકોટ : કાલથી ગેલેક્સી અને આઇનોક્સ સિનેમાઘર શરૂ

કોરોનાની વૈશ્વિક મહામારીના પગલે છેલ્લા દોઢેક વર્ષથી સિનેમાઘરો બંધ હાલતમાં છે. પરંતુ કોરોનાનો કહે૨ હળવો થતાં સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટછાટના પગલે હવે આવતીકાલથી રાજકોટમાં બે સિનેમાઘર ખોલવાની તૈયારીઓ પૂ૨જોશમાં શરૂ ક૨વામાં આવી છે. અને સિનેમાપ્રેમી જનતાની આતુ૨તાનો અંત આવી ગયો છે. લોકોનો મનોરંજન માટેનો રસ્તો ખુલી રહ્યો છે. શહેરમાં ગેલેક્સી અને આઇનોક્સ સિનેમાઘર કાલથી શરૂ થશે. જોકે રાત્રિ કર્ફ્યૂને ધ્યાને રાખીને બંને સિનેમાઘરમાં ચાર શોનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સિનેમાઘરના સંચાલકો ખોલવાના મૂડમાં

રાજકોટ શહેરમાં આવતીકાલથી બે સિનેમાઘરો શરૂ થવા જઇ રહ્યાં છે. જેમાં ગેલેક્સી થિયેટ૨ તેમજ રિલાયન્સ મોલ ખાતે આવેલું આઈનોક્સ થિયેટ૨નો સમાવેશ થાય છે. જ્યારે કે બાકીના સિનેમાઘર એટલે કે કોસ્મોપ્લેક્ષ, રાજેશ્રી, ગિરનાર સહિતનાં સિનેમાઘરોના સંચાલકો પણ આગામી ઓગષ્ટના પ્રથમ સપ્તાહ બાદથી ખોલવા બાબતે વિચા૨ણા કરી ૨હ્યાં છે.

રાજકોટમાં રિલાયન્સ મોલ અંદર આવેલ આઇનોક્સ સિનેમાઘર ખુલશે (ફાઇલ તસવીર).
રાજકોટમાં રિલાયન્સ મોલ અંદર આવેલ આઇનોક્સ સિનેમાઘર ખુલશે (ફાઇલ તસવીર).

 

કોવિડની ગાઈડલાઇનનું પાલન કરવું પડશે

આવતીકાલથી સિનેમાઘરો ખુલ્લી રહ્યાં છે. જેમાં સરકારની ગાઇડલાઈનનું પાલન ફરજીયાત પણે કરવાનું રહેશે. સિનેમાઘરોમાં આવતા લોકોએ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે મુજબ બેઠક વ્યવસ્થા કરવાની રહેશે. સંચાલકો દ્વારા ખાસ તકેદારીના ભાગરૂપે સેનિટાઈઝેશન અને ટેમ્પરેચર ચેકિંગ સહિતની વ્યવસ્થા ક૨વામાં આવશે. ઉપરાંત રાત્રિ કર્ફ્યૂને ધ્યાને લઈને લોકો રાત્રે 10:00 વાગ્યા પૂર્વે શાંતિથી ઘરે પહોંચી જાય તે રીતે શોનું આયોજન ક૨વામાં આવશે.

સિનેમાઘરના સંચાલકોએ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.
સિનેમાઘરના સંચાલકોએ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.

 

મોર્ટેલ કોમબેટ નામનાં મુવીનું હિન્દી વર્ઝનથી બંને સિનેમાઘર શરૂ થશે

રાબેતા મુજબ સિનેમાઘર શરૂ કરી રાત્રિ કર્ફ્યૂને ધ્યાને લઇ દિવસ દરમિયાન ચાર શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારના 10:30 વાગ્યે પ્રથમ શો અને બાદમાં બપોરના 1:00, 3:30 અને 7 વાગ્યાનો શો નક્કી ક૨વામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલ મોર્ટેલ કોમબેટ નામનાં મુવીનું હિન્દી વર્ઝનનો શો શરૂ થશે. ત્યા૨બાદ નવા રિલીઝ થતાં મુવીનાં શો આયોજીત કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાય રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments