રાજકોટ : શ્રાવણીયો જુગાર રમતા પતા પ્રેમીને પકડી કેસ કરતી ધોરાજી પોલીસ.

0
115
રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એસ.ગૌસ્વામી સાહેબ જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બંદીને સંપુર્ણ રીતે નસ્તનાબુદ કરવા તેમજ શ્રાવણ માસમા રમતા જુગાર પકડી પાડવા સૂચના હોય ધોરાજી પો.સ્ટે ના પો.ઈન્સ.શ્રી વી.એચ જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ ધોરાજી પો.સ્ટે ના PSI જે.બી.મીઠાપરા HC વિરામભાઈ વાણવી તથા HC રવજીભાઈ હાપલીયા તથા PC ઘનશ્યામસિંહ જાડેજા તથા અજીતભાઈ ગંભીર તથા અશોકભાઈ મણવર તથા અરવિંદસિંહ જાડેજા એમ બધા જનરલ નાઈટ રાઉન્ડમાં હતા.
તે દરમિયાન HC વિરમભાઈ વાણવીને ખાનગી રાહે ચોક્કસ હકીકત મળેલ કે ફરેણી રોડ ઉપર લાલજી નગર માં અમુક ઈસમો જાહેરમાં ગંજી પતાના પાના પૈસા વડે જુગાર રમતા હોય હકીકત વાળી જગ્યાએ આરોપી અરજણભાઈ રામજીભાઈ મેરવડા તથા રાજુભાઈ દાનાભાઈ રાઠોડ તથા રમેશભાઈ પ્રભુદાસભાઈ દેગામા તથા અતુલભાઈ ઉકાભાઈ વાઢીયા તથા કરણાભાઈ કાથડભાઈ મકવાણા તથા પરેશભાઈ રામદાસ ગોંડલીયા રહે બધા ધોરાજી વાળાઓને રોકડા રૂ. 17240/- ના મુદામાલ સાથે મળી આવતા તમામ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આ તકે આ સમગ્ર કામગીરીમાં PI વી.એચ જોશી, PSI જે.બી મીઠાપરા, HC વિરામભાઈ વાણવી, HC રવજીભાઈ હાપલીયા, PC ઘનશ્યામસિંહ જાડેજા, PC અજીતભાઈ ગંભીર, PC અશોકભાઈ મણવર તેમજ PC અરવિંદસિંહ જાડેજા જોડાયેલ હતા.
અહેવાલ : રસમિન ગાંધી, CN24NEWS, રાજકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here