Wednesday, June 29, 2022
Homeગુજરાતરાજકોટ : ગ્રાફિક ડિઝાઇનરે અને આંબેડકરનગરમાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાત

રાજકોટ : ગ્રાફિક ડિઝાઇનરે અને આંબેડકરનગરમાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાત

- Advertisement -

રાજકોટમાં આજે આપઘાતના ત્રણ બનાવ સામે આવ્યા છે. જેમાં પ્રથમ બનાવમાં આજે શહેરના ગાયત્રીનગરમાં ગ્રાફિક ડિઝાઇનર વિવેક સોરઠિયાએ પોતાની ઓફિસમાં જ ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતા ભક્તિનગર પોલીસ દોડી ગઈ હતી અને પ્રાથમિક તપાસમાં ધંધો ચાલતો ન હોવાથી ગ્રાફિક ડિઝાઇનરે આ પગલું ભર્યાનું ખુલ્યું છે. બીજા બનાવમાં રાજકોટના ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતાં રોહિત નાગજીભાઇ વેગડા (ઉં.વ.23) નામના યુવાને મોડી રાતે ઝેર પી લેતાં હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવારમાં મોત નીપજતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. ત્રીજા બનાવમાં નવાગામમાં યુવકે ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી છે. શહેરમાં 150 ફૂટ રિંગરોડ પર લક્ષ્મણઝુલા સોસાયટીમાં રહેતો વિવેક કમલેશભાઈ સોરઠિયા (ઉં.વ.23)એ ગાયત્રીનગરમાં તેની ગ્રાફિક ડિઝાઇનની ઓફિસમાં ઝેરી દવા પી જતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પરંતુ તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજતા ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી હતી. રોહિતના નાના અમરાભાઇએ જણાવ્‍યું હતું કે, રોહિત કેટલાક દિવસથી ઘરમાં બરાબર જમતો ન હોઇ દુબળો પડી ગયો હતો. આ કારણે બે દિવસ પહેલા તેને ઘરના સ્‍વજનોએ સરખી રીતે જમવા બાબતે ઠપકો આપ્‍યો હતો. ગઇકાલે પાડોશમાં દીકરાના લગ્ન હોઇ જાન પરણીને આવતાં સામૈયા થતાં હોઇ રોહિત પણ ત્‍યાં ગયો હતો અને બધાની સાથે ડિસ્‍કો કર્યો હતો. એ પછી રાતે બારેક વાગ્‍યે ઘરમાં આવ્‍યો હતો અને થોડીવાર બાદ પોતે ઝેરી દવા પી ગયાનું અને પોતાને દવાખાને લઇ જવાનું કહ્યું હતું. આથી તુરંત જ હોસ્‍પિટલે લઇ ગયા હતા. પરંતુ ટૂંકી સારવાર બાદ દમ તોડી દીધો હતો. યુવાન દીકરાના મોતથી સ્‍વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. માલવિયાનગર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

રાજકોટના નવાગામ છપ્‍પનીયામાં ન્‍યુ શકિત સોસાયટીમાં ભુરાભાઇના મકાનમાં ભાડે રહેતા દિનેશ ધીરૂભાઇ સાપરા (ઉં.વ.31)એ ગઇકાલે ઘરમાં રૂમમાં પંખામાં સાડી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો મિત્રએ તેને ફોન કરતા દિનેશે ફોન ન ઉપાડતા તે ઘરે ગયો ત્‍યારે દરવાજો બંધ હતો. બાદમાં તેણે દરવાજાની બાજુની બારી ખોલીને જોતા લટકતી હાલતમાં જોવા મળતા તેણે આસપાસના લોકોને જાણ કરતા પાડોશીઓ એકઠા થઇ ગયા હતા. બાદમાં દરવાજો તોડી અંદર જોતા દિનેશ લટકતી હાલતમાં હોઇ કોઇએ તાકીદે 108માં જાણ કરતા 108ની ટીમે સ્‍થળ પર પહોંચી તપાસ કરતા તેનું મૃત્‍યુ નીપજ્યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. બી ડિવિઝન પોલીસ મથકના PSI કે. યુ. વાળા તથા રાઇટર ગોપાલભાઇએ સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક દિનેશ પત્‍ની અને એક પુત્ર સાથે ન્‍યુ શકિત સોસાયટીમાં બે વર્ષથી રહેતો હતો. તે ડ્રાઇવિંગ કરતો હતો. માતા-પિતા બામણબોરના ગારીયાધાર ગામે રહે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular