રાજકોટ : હેર સલૂનના વેપારી ધૈર્યરાજસિંહની સારવાર થઇ ન જાય ત્યાં સુધી દર મંગળવારની કમાણી આપશે

0
7

મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાનેસર ગામે મધ્યમવર્ગીય પરિવારના આંગણે ધૈર્યરાજ નામના બાળકને જન્મજાત ગંભીર બીમારીને કારણે 16 કરોડનું ઇન્જેક્શન આપવાનું હોય રાજકોટ જિલ્લામાંથી રાજકીય અને જાણિતા લોકો મદદ કરવા માટે આગળ આવ્યા છે. ત્યારે રાજકોટમાં હેર સલૂન અને ગોંડલમાં સોડાના વેપારીએ એક-એક દિવસની કમાણી ધૈર્યરાજસિંહની સારવારમાં આપી છે. હેર સલૂનના વેપારી ધૈર્યરાજસિંહની સારવાર થઇ ન જાય ત્યાં સુધી દર મંગળવારની કમાણી સારવાર માટે આપશે.

ચાર બ્રાન્ચમાં થનાર વેપાર અર્પણ કરવામાં આવ્યો છે
ગોંડલ શહેર પંથકમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા હિમાલયા સોડા એન્ડ સેફ્ટીના સંચાલક રાજુભાઈ ચડોતરા અને તેમના પરિવારજનો દ્વારા ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલા ધૈર્યરાજસિંહની સારવારમાં આર્થિક મદદ માટે બુધવારના રોજ તેમની એમ.બી. કોલેજ, જેલ ચોક, હોટેલ શ્રી પાસે તેમજ ગુંદાળા રોડ ગંગોત્રી સ્કૂલ સામે સહિતની ચારેય બ્રાન્ચમાં થનાર વેપાર અર્પણ કરવામાં આવ્યો છે.

ચાર બ્રાન્ચમાં થનાર વેપાર અર્પણ કરવામાં આવ્યો છે
ચાર બ્રાન્ચમાં થનાર વેપાર અર્પણ કરવામાં આવ્યો છે

દર મંગળવારની કમાણી ધૈર્યરાજસિંહને અર્પણ
આ જ રીતે રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલા સલૂનના સંચાલક વાસુભાઈ કલોલાએ પોતાના સલૂનની દર મંગળવારે થતી કમાણી ધૈર્યરાજસિંહને ડોનેટ કરવાની જાહેરાત કરી છે. આ અંગે તેણે જણાવ્યું હતું કે, ધૈર્યરાજસિંહ ગંભીર બીમારીથી પીડાય છે ત્યારે આપણા સૌની ફરજ છે કે આપણે તેને આ મુશ્કેલીમાંથી નિવારીએ અને યથાશક્તિ અનુદાન કરીએ. માટે હું મારા સલૂનમાં દર મંગળવારે થતી કમાણી ધૈર્યરાજસિંહને અર્પણ કરવાનો છું.

મારા સલૂનમાં દર મંગળવારે થતી કમાણી ધૈર્યરાજસિંહને અર્પણ કરવાનો છું
મારા સલૂનમાં દર મંગળવારે થતી કમાણી ધૈર્યરાજસિંહને અર્પણ કરવાનો છું

દાન એકત્ર કરવા રાજકીય આગેવાનો મેદાને
ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગોંડલના ભરૂડી ટોલ ટેક્સ પાસે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર સહિતના યુવાનોએ ધૈર્યરાજસિંહના ઈલાજ માટે ફંડ એકત્ર કર્યુ હતું, તો રાજકોટમાં એક રાહદારીએ પોતાની સોનાની વીંટી દાનમાં આપી દીધી હતી. સાથોસાથ રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવ અને લોકસાહિત્યકાર દેવાયત ખવડ પણ ફંડ એકત્ર કરવા માટે રસ્તા પર ઉતર્યા હતા.

રાજકોટના મેયર ડો.પ્રદીવ ડવ (જમણી બાજુ) અને કલાકાર દેવાયત ખવડ (ડાબી બાજુ) દાન એકત્ર કરવા રસ્તા પર ઉતર્યા.
રાજકોટના મેયર ડો.પ્રદીવ ડવ (જમણી બાજુ) અને કલાકાર દેવાયત ખવડ (ડાબી બાજુ) દાન એકત્ર કરવા રસ્તા પર ઉતર્યા.

સ્નાયુબદ્ધ એટ્રોફી ફેક્ટશિટ નામની ગંભીર બીમારીથી બાળક પીડાય છે
પ્રાપ્ત વિગતો અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાનેસર ગામમાં મધ્યમવર્ગીય રાઠોડ પરિવાર રાઠોડ પરિવારને આંગણે ધૈર્યરાજે જન્મજાત ગંભીર બીમારી સાથે જન્મ લીધો છે. જેને એસએમએ-1(Spinal Muscular Atrophy Fact Sheet)તરીકે ઓળખવામાં આવે છે. જેને ગુજરાતીમાં કરોડરજ્જુની સ્નાયુબદ્ધ એટ્રોફી ફેક્ટશિટ કહેવામાં આવે છે. ડોક્ટરોના કહેવા પ્રમાણે બાળકના ઈલાજ માટે 1 વર્ષનો સમય છે.

ડોક્ટરોના કહેવા પ્રમાણે બાળકના ઈલાજ માટે 1 વર્ષનો સમય છે
ડોક્ટરોના કહેવા પ્રમાણે બાળકના ઈલાજ માટે 1 વર્ષનો સમય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here