Saturday, September 25, 2021
Homeરાજકોટ : પ્રથમ યોગીજી કોલેજથી યુનિવર્સિટીની સફર કરાવનાર હરિપ્રસાદ સ્વામીના અક્ષરવાસથી હરિભક્તોમાં...
Array

રાજકોટ : પ્રથમ યોગીજી કોલેજથી યુનિવર્સિટીની સફર કરાવનાર હરિપ્રસાદ સ્વામીના અક્ષરવાસથી હરિભક્તોમાં શોક

વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી સોમવારે મોડી રાત્રે 11 કલાકે 88 વર્ષની ઉંમરે અક્ષરનિવાસી થતા હજારો હરિભક્તો શોકમગ્ન થયા છે. ત્યારે રાજકોટના કાલાવડ રોડ પર પ્રથમ યોગીજી કોલેજની શરૂઆત કરાવનાર હરિપ્રસાદ સ્વામી જ હતા. તેઓએ કોલેજથી યુનિવર્સિટીની સફર કરાવી હતી. આથી આજે તેમના અક્ષરનિવાસથી આત્મિય યુનિવર્સિટીમાં રજા જાહેર કરવામાં આવી છે.

આત્મિય યુનિવર્સિટીમાં 8 હજાર વિદ્યાર્થી અભ્યાસ કરે છે

આત્મિય કોલેજથી આત્મિય યુનિવર્સિટી સુધીની સફર હરિપ્રસાદ સ્વામીએ કરાવી છે. આત્મિય યુનિવર્સિટીમાં આઠ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આજે આ યુનિવર્સિટીમાં રજા જાહેર કરી એક દિવસનો શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. હરિપ્રસાદ સ્વામીના અક્ષરનિવાસથી રાજકોટના હરિભક્તોમાં શોકનું મોજુ પ્રસરી ગયું છે. તેમજ તેમના અંતિમ દર્શન માટે રાજકોટથી હરિભક્તો સોખડા જવા રવાના થયા છે.

હરિપ્રસાદ સ્વામીની ફાઇલ તસવીર.
હરિપ્રસાદ સ્વામીની ફાઇલ તસવીર.

બુધવારે પાર્થિવ દેહને હરિધામ સોખડામાં દર્શન માટે મુકાશે

ઉલ્લેખનીય છે કે હરિપ્રસાદ સ્વામીજીનો જન્મ વર્ષ 1934માં થયો હતો. તેઓ બીએપીએસ સંપ્રદાયના સંત પ્રમુખસ્વામી મહારાજના ગુરુભાઈ હતા. 23 મેના રોજ હરિપ્રસાદ સ્વામીજીનો 88મો પ્રાગટય દિન ભક્તોએ ઊજવ્યો હતો. હરિપ્રસાદ સ્વામીજી વડોદરા શહેર-જિલ્લા ઉપરાંત દેશ-વિદેશમાં પણ બહોળી સંખ્યામાં અનુયાયીઓ ધરાવતા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવદેહને કોલ્ડરૂમમાં મૂકવામાં આવ્યો હતો, જ્યાંથી આજે સવારે 11 વાગે પાર્થિવદેહને હરિધામ સોખડા ખાતે લાવવમાં આવશે. સ્વામીજીના પાર્થિવ દેહને બુધવારે દર્શનાર્થે મુકાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments