Wednesday, October 20, 2021
Homeગુજરાતરાજકોટ : 16 હોટલમાં આરોગ્ય વિભાગના દરોડા

રાજકોટ : 16 હોટલમાં આરોગ્ય વિભાગના દરોડા

 

મનપાની આરોગ્ય શાખાએ ખાણીપીણી બજારમાં ચકાસણી સાથોસાથ હોટલ, ફરસાણની દુકાનોમાં વેકસીનેશનની કામગીરી પણ ચાલુ રાખી છે. કનક રોડ પરની જાણીતી કાવેરી હોટલ સહિત પાંચ રેસ્ટોરન્ટમાંથી વાસી શાકભાજી અને ગ્રેવીનો 43 કિલો માલ મળતા તેનો નાશ કરવામાં આવ્યો હતો.બીજી તરફ ફૂડ એકટ હેઠળ નમુના લેવાની કામગીરી પણ ચાલુ રાખવામાં આવી છે. મંગળા મેઇન રોડ પર મે.પોપટ મહેન્દ્ર જમનાદાસને ત્યાંથી અને કેવડાવાડીમાં આવેલા વોલ્ગા ઘી ડીપોમાંથી ભેંસના શુધ્ધ લુઝ ઘીનો નમુનો લઇને લેબોરેટરી પરીક્ષણમાં મોકલવામાં આવેલ છે.

10 કિલો પલળેલી અને બગડી ડુંગળી મળી
આરોગ્ય અને ફૂડ શાખાએ કુલ 16 હોટલમાં ચેકીંગ કર્યુ હતું. તેમાં કનક રોડ પર આવેલી કાવેરી હોટલમાંથી 8 કિલો વાસી ગ્રેવી, કેન્ડ ફૂડ, આટો, પાસ્તા, પીઝા બેઇઝ અને ચટણી મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગોંડલ રોડ પર વૃધ્ધાશ્રમ સામે આવેલ શ્રીરામ પંજાબી એન્ડ ચાઇનીઝ હોટલમાંથી 10 કિલો પલળેલી અને બગડી ડુંગળી, ગોંડલ રોડ અજન્તા કોમ્પ્લેક્ષ સામે બોમ્બે હોટલમાંથી 18 કિલો પલળેલી અને બગડેલી ડુંગળી, રાજ પાઉંભાજીમાંથી પાંચ કિલો બગડેલા ડુંગળી, ટમેટા, ભાગ્યોદય રેસ્ટોન્ટમાંથી 2 કિલો વાસી બાંધેલો લોટ મળતા તેનો નાશ કરવામાં આવ્યો છે.

148 જેટલા કર્મચારીને રસી આપવામાં આવી
રાત્રી બજારો બાદ મહાપાલિકાની ફૂડ શાખાની ટીમે હોટલોમાં પણ ચેકીંગ અને ચકાસણી માટે ધોંસ બોલાવતા આવા ધંધાર્થીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. વધુમાં રવિવારના મહા વેકસીન અભિયાનમાં જોડાયેલી ટીમોએ ધંધાર્થીઓને ત્યાં રસીકરણ પણ કર્યુ હતું. રૈયા રોડ પર આવેલ પરિશ્રમ રેસ્ટોન્ટ, રૈયા ચોકડીના મેહુલ્સ કિચન, મવડી ચોકડીના ગણેશ, રાધિકા અને ખોડીયાર રેસ્ટોરન્ટ, યુનિ. રોડના નારાયણભાઇ ભેળવાળા, રૈયા ચોકડીના લા મીલાનોઝ પીઝા, નાના મવા રોડના બીનાકા રેસ્ટોરન્ટ, કોર્પો. ચોકના માધવ રેસ્ટોરન્ટ, લીમડા ચોકની હોટલ કમ્ફર્ટ ઇન, અડીંગો રેસ્ટોરન્ટ અને રસીકભાઇ ચેવડાવાળાની દુકાનમાં બાકી સ્ટાફને ત્યાં જ રસીકરણ કરવામાં આવ્યું હતું. આવા 148 જેટલા કર્મચારીને રસી આપવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments