રાજકોટ : હોમ કોરોન્ટાઇન દર્દીઓ ખુલ્લેઆમ ફરતા સંક્રમણમાં વધારો

0
8

રાજકોટમાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ સતત વધતું જોવા મળી રહ્યું છે. સતત વધતા કોરોના સંક્રમણને અટકાવવું આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર માટે પણ એક પડકાર સાબિત થઇ રહ્યો છે. કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યા બાદ હોસ્પિટલોમાં સારવાર લેવા કરતા મોટાભાગના લોકો હોમ કોરોન્ટાઈન થવાનો આગ્રહ રાખતા હોય છે પરંતુ તેની સામે હોમ કોરોન્ટાઇન થતા દર્દીઓ પર આરોગ્ય વિભાગ કે તંત્રની કોઇ નજર જોવા નથી મળી રહી. હોમ કોરોન્ટાઇન થતા દર્દીઓ પર ચોક્કસ નજર ન હોવાથી તેઓ હોમ કોરોન્ટાઇનનો ભંગ કરતા નજરે પડે છે અને તેઓ સંક્રમણને વધુ આગળ ફેલાવી રહ્યા છે.

કોરોનાએ માથુ ઉંચકતા માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન વધવા લાગ્યા
કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોમકોરોન્ટાઇન દર્દીની વિગત આરોગ્ય વિભાગ પાસે હોય છે જે દર્દીના મકાન કે એપાર્ટમેન્ટનો માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવે છે. ફેબ્રુઆરીના અંત થી ફરી કોરોનાએ માથુ ઉંચકતા માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન વધવા લાગ્યા છે. પાંચ દિવસ પહેલા આરોગ્ય વિભાગ દ્વારા 519 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ, રોજેબરોજ પોઝીટીવ કેસમાં ઉછાળો થતાં છેલ્લા પાંચ દિવસમાં વધુ 196 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનનો વધારો થતા હાલ શહેરના ત્રણેય ઝોનમાં મળી કુલ 715 માઈક્રો ક્ધટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે.

દર્દીઓ ખુલ્લેઆમ ફરતા સંક્રમણ વધુ
એક વર્ષ પૂર્વે કોરોના કેસ આવતા વિસ્તાર, મકાન કે એપાર્ટમેન્ટને કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવતો હતો. જેમાં અંદર વસવાટ કરતા લોકોને બહાર નિકળવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમજ બહારની વ્યકિતઓને અંદર પ્રવેશ મળી શકતો નથી. આ જગ્યાએ પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ પણ મૂકવામાં આવતાં હતા જેથી સંક્રમણને ફેલાતું અટકાવી શકાતું હતું જ્યારે કે હાલમાં આ પ્રકારની વ્યવસ્થા ન હોવાથી માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેલ દર્દી પર કોઇ નજર ન હોવાથી દર્દીઓ ખુલ્લેઆમ ફરતા સંક્રમણ વધુ ફેલાવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here