રાજકોટ : હોટેલ-રેસ્ટોરન્ટ સંચાલકો સરકાર સામે ચડાવશે બાંયો

0
6

કોરોના વાયરસની વૈશ્વિક મહામારી સામે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે. ગુજરાતમાં કોરોના વાયરસની એન્ટ્રીને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે ત્યારે ફરી કેસોની સંખ્યામાં વધારો થતાં રાજ્ય સરકાર દ્વારા ગઇકાલે 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુનો સમય વધારી 12 વાગ્યાના બદલે રાત્રીના 10થી સવારે 6 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યમંત્રીના જ શહેરમાં હોટેલ તથા રેસ્ટોરન્ટ સંચાલકો સરકાર સામે બાંયો ચડાવવાના મૂડમાં જોવા મળી રહ્યાં છે.

હોટેલ સંચાલકોએ સરકાર સમક્ષ બાંયો ચડાવવા નિર્ણય કર્યો
રંગીલા રાજકોટની જનતા સ્વાદપ્રેમી જનતા છે. રાજકોટ શહેરમાં રાત પડે અને દિવસ ઉગે તેવી સ્થિતિ હોટેલ, રેસ્ટોરન્ટ અને આઈસ્ક્રિમ તેમજ ગોલા પાર્લરમાં જોવા મળતી હોય છે. લોકો રાત્રિના સમયે બહાર જમવા તેમજ ઉનાળાની શરૂઆત થતા આઈસ્ક્રિમ અને ગોલા આરોગવા જતા હોય છે. રાત્રિ કર્ફ્યુનો સમય 10 વાગ્યાનો જાહેર કરતા રાજકોટમાં હોટેલ સંચાલકોએ સરકાર સમક્ષ બાંયો ચડાવવા નિર્ણય કર્યો છે.

રાજકોટ શહેરમાં રાત પડે અને દિવસ ઉગે તેવી સ્થિતિ હોટેલમાં જોવા મળતી હોય છે
રાજકોટ શહેરમાં રાત પડે અને દિવસ ઉગે તેવી સ્થિતિ હોટેલમાં જોવા મળતી હોય છે

રાત્રિ કર્ફ્યુમાં 10ના બદલે 12 વાગ્યાનો સમય કરવા માંગ
રાજકોટ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ શેખર મહેતા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજકોટમાં નાના-મોટા રેસ્ટોરન્ટ, ફૂડ ટ્રક, આઈસ્ક્રિમ પાર્લર મળી 2000 જેટલા ધંધાર્થી છે જેને આ રાત્રિ કર્ફ્યુની સીધી અસર થશે અને તેને સીધું નુકસાન થશે. હોટેલ સંચાલકો સરકારને સવાલ કરી રહી છે કે શું રાત્રિના 2 કલાક સુધી જ કોરોના ફેલાય છે? રાજકોટમાં ઘણી બજારો છે કે જ્યાં દિવસે પણ ભીડ થતી હોય છે. લોકડાઉન અને અનલોક બાદ હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોની હાલત કફોડી બની ગઇ છે. હવે ધીમે ધીમે ધંધા સેટ થઇ રહ્યાં છે ત્યારે હવે આ ધંધાને ઉભો કરવા સરકાર મદદ કરે તેવી આશા રાખીએ.

સરકાર સુધી અવાજ કેમ પહોંચાડવો તે અંગે ચર્ચા
આવતીકાલે રાજકોટના તમામ હોટેલ, રેસ્ટોરન્ટ, આઈસ્ક્રિમ પાર્લર અને ઢાબાના સંચાલકો એકઠા થશે ત્યારબાદ આગામી સમયમાં શું નિર્ણય કરવો, કેવી રીતે વિરોધ કરવો, સરકાર સુધી અવાજ કેમ પહોંચાડવો તે અંગે ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મુખ્યમંત્રી સુધી રજુઆત કરવા જવું પડે તો એ માટે પણ સંચાલકોએ તૈયારી દાખવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here