Tuesday, September 28, 2021
Homeરાજકોટ : પરિવારજનોને 30 કલાક સુધી મૃતદેહો મળતા નથી તે સ્થિતિ વિશે...
Array

રાજકોટ : પરિવારજનોને 30 કલાક સુધી મૃતદેહો મળતા નથી તે સ્થિતિ વિશે મને ખબર નથી – સી.આર. પાટીલ

જસદણ-વીંછિયામાં આજે 100 બેડની સુવિધા સાથેની હીરાના કારખાનામાં કોવિડ કેર સેન્ટરનો આજથી પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહ્યાં છે. કાર્યક્રમ પહેલા રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચેલા સી.આર. પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બેડ મળતા નથી અને પરિવારજનોને 30 કલાક સુધી મૃતદેહો મળતા નથી તે સ્થિતિ વિશે મને ખબર નથી. છેલ્લા થોડા દિવસમાં સરકારે જે પગલા લીધા છે તેનાથી ઝડપથી નિરાકરણ આવી જશે.

સુરતમાં 1500થી વધુ બેડ સાથેની વ્યવસ્થા કરાઇ છે
સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, આખા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી સરકારને મદદરૂપ બનવાના પ્રયત્નો કરી રહી છે. એટલે જ અલગ અલગ જગ્યાએ આઇસોલેશન, ઓક્સિજન સહિતના બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કોઇ જગ્યાએ એનજીઓ અને ભાજપના આગેવાનો પોતાની રીતે વ્યવસ્થા કરી રહ્યાં છે. સુરતમાં પણ 1500થી વધારે બેડ આઇસોલેશન સેન્ટરમાં શરૂ કરી દેવામાં આવ્યા છે. આ કપરો સમય છે, થોડા દિવસો આપના સાથ અને સહકારથી બહાર આવવામાં આપણે ચોક્કસ સફળ થઇશું.

સી.આર.પાટીલ સહિત ભાજપના નેતાઓ સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યાં.
સી.આર.પાટીલ સહિત ભાજપના નેતાઓ સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યાં.

મોરવાહડફ ચૂંટણીમાં એક પણ જાહેર સભા થઇ નથી
મોરવાહડફ ચૂંટણી અંગે સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં એક પણ જાહેર સભા કે સરઘસ કરવામાં આવ્યા નથી. યુવા કાર્યકરોએ બાઇક રેલી યોજી હતી તેને ઠપકો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આવવાના હોવાથી રાજકોટ એરપોર્ટ પર રાજકોટના સાંસદ મોહન કુંડારીયા, રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા, પ્રવક્તા રાજુ ધ્રુવ અને ગુજરાત ભાજપ ઉપપ્રમુખ ડો. ભરત બોઘરા પણ સાથે જોવા મળ્યાં હતા.

જસદણમાં 100 બેડની સુવિધા સાથેની કોવિડ હોસ્પિટલનું સી.આર. પાટીલે ઉદઘાટન કર્યુ.
જસદણમાં 100 બેડની સુવિધા સાથેની કોવિડ હોસ્પિટલનું સી.આર. પાટીલે ઉદઘાટન કર્યુ.

રાજકોટમાં અમુક પોઝિટિવ દર્દીઓ ઘરે જ જીવ ગુમાવી રહ્યાં છે
રાજકોટમાં કોરોનાના દર્દીઓ માટે બેડ નથી મળતાં, એટલે ઘણા દર્દીઓની સારવાર ઘરે જ ચાલી રહી છે અને તેમને ઓક્સિજન પર રાખવા પડે છે. આ પૈકી અમુક દર્દીઓનાં ઘરે જ મૃત્યુ થઈ રહ્યાં છે ત્યારે લોકોની સમસ્યા એ હોય છે કે તેમના સ્વજનને કોવિડ પ્રોટોકોલથી કઈ રીતે અંતિમવિધિ કરવી તેમજ કોને જાણ કરવી એ મોટી સમસ્યા થઈ પડે છે. માત્ર કોવિડ પોઝિટિવ જ નહિ, કોરોનાના કેસ ઘરમાં હોય અને એ ઘરમાં સભ્યો ક્વોરન્ટીન હોય તો ત્યાં પણ આવી જ સમસ્યા થાય છે. આવા બે કિસ્સા શહેરમાં બન્યા છે. ખરેખર શું પદ્ધતિ છે એ જાણવા મનપાના અધિકારીઓનો સંપર્ક કરતાં આવા કેસ માટે ખાસ મેડિકલ ઓફિસરની નિમણૂક થયાનું જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments