Tuesday, March 19, 2024
Homeરાજકોટ : CM રૂપાણીનો મહત્વનો નિર્ણય, આજી-2 ડેમમાંથી છોડાશે પાણી
Array

રાજકોટ : CM રૂપાણીનો મહત્વનો નિર્ણય, આજી-2 ડેમમાંથી છોડાશે પાણી

- Advertisement -

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટના ખેડૂતોને પાણી મળે તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજકોટના આજી-2 ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજી ડેમમાંથી 70 MCFT પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આજી ડેમમાંથી પાણી છોડવામાં આવતા 8 ગામના ખેડૂતોને ફાયદો મળશે. 8 ગામના ખેડૂતોને સિંચાઈ અને ઘાસચારા માટે પાણી મળશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનો નિર્ણય લીધો છે. રાજકોટમાં આવેલા આજી-2 ડેમમાંથી પાણી છોડવા માટે નિર્ણય લીધો લીધો છે.

જેના કારણે જિલ્લાના 8 ગામના ખેડૂતોને ફાયદો થશે. આજી-2 ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે 8 ગામના ખેડૂતોને સિંચાઇ અને ઘાસચાર માટે પાણી મળશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજી ડેમમાંથી 70 MCFT પાણી છોડવાનો લઇને નિર્ણય લીધો છેઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં વરસાદે વિરામ લીધો છે. રાજકોટમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. વરસાદ ન આવતા ખેડૂતોને કપાસ, મગફળી સહિતના પાક સૂકાઈ જાય તેનો ડર છે. જેને લઇને હવે કિસાન સંઘના આગેવાનો ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. કિસાન સંઘના આગેવાનોએ ખેડૂતોને સાથે રાખીને પડધરીના મોટા ખીજડીયા ગામમાં વિરોધ નોંધાવ્યો છે.

ખેડૂતોને સાથે રાખીને કિસાન સંઘે વિરોધ નોંધાવ્યો છે. સરકાર પાસેથી પાક અને બિયારણની માગ પણ કરી છે. આમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધેલા આ મહત્વના નિર્ણયના કારણે ખેડૂતોને રાહત મળશે. મુખ્યમંત્રી રૂપાણીએ આજી-2 ડેમમાંથી પાણી છોડવાને લઇને મહત્વનો નિર્ણય લીધો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular