રાજકોટ : અનેક પરિવારોમાં સગા-સંબંધી સાથ છોડી ગયા પણ ઘરમાં પ્રવેશતા હજુ પણ આંખો ભીની થઈ જાય

0
7

મહામારીમાં રાજકોટના અનેક પરિવારોમાં સગા-સંબંધી સાથ છોડી ગયા પણ ઘરમાં પ્રવેશતા હજુ પણ આંખો ભીની થઈ જાય છે.

મમ્મી મને ભાવતું જ ભોજન બનાવતા, મને જમાડી પછી જ પોતે જમતા હતા
મૃતક મહિલાના પુત્ર સત્યપાલસિંહ જાડેજા (ઉંમર-10 વર્ષ)એ જણાવ્યું હતું કે, મારી મમ્મી જયશ્રીબા જિતેન્દ્રસિંહ જાડેજા વિશે જેટલું લખું એટલું ઓછું પડે. મારા દિવસની શરૂઆત જ મારી મમ્મીથી થતી. તેઓ દરરોજ સવારે મને ઉઠાડે, તૈયાર કરે, મને સ્કૂલે લેવા-મૂકવા આવે. મમ્મી મને પૂછીને અને મને ભાવતું જ ભોજન – નાસ્તો બનાવતા અને મને જમાડીને પછી જ પોતે જમતા. હંમેશા હસતા રહેતા મેં ક્યારેય તેમની આંખોમાં આંસુ નથી જોયા પણ જો મને ઈજા થાય ત્યારે તેની આંખોમાં આંસુ આવી જતા. લગ્નપ્રસંગ કે તહેવાર હોય ત્યારે સૌથી પહેલા મારા માટે નવા કપડાંની ખરીદી કરતા પછી પોતાના માટે લેતા. નવા કપડાં મને પહેરાવી ખૂબ ખુશ થતા અને મારા અનેક ફોટા પાડતા. મને ચોકલેટ, આઈસક્રીમ લઇ આપતા. હું કોઈ વસ્તુની જીદ કરું અને સાચી હોય તો તે પૂરી કરતા નહીંતર મને સમજાવતા. મારા મમ્મીની આવી કેટલીયે યાદો હવે માત્ર ફોટાના સહારે પડેલી છે તે જોઇને અને મારા મમ્મીના વિચારોથી મને રડવું આવી જાય છે. મને પણ ખબર છે કે મારા મમ્મી હવે ક્યારેય પાછા નથી આવવાના. હું અને મોટી દીદી જાનવીબા મમ્મીને બહુ જ યાદ કરીએ છીએ.

કોરોનામાં ભાઇ ગુમાવનાર શર્મિલાબેન બાંભણિયાની ફાઇલ તસવીર
કોરોનામાં ભાઇ ગુમાવનાર શર્મિલાબેન બાંભણિયાની ફાઇલ તસવીર

છ બહેનના એકના એક ભાઈનું નિધન થયું, જો આજે ભાઈ હોત તો દુનિયા અલગ જ હોત
મૃતકના બહેન શર્મિલાબેન બાંભણિયાએ કહ્યું- છ બહેનો અને એક ભાઈનો અમારો પરિવાર. ત્રણ બહેનો કરતા નાનો અને ત્રણ બહેનો કરતા મોટો એટલે કે વચ્ચેનો મારો અશ્વિનભાઈ ભાલાળા. એકના એક ભાઈના નિધનથી હું અને અમારો પરિવાર કોરોનામાં મોતથી હતપ્રભ થઈ ગયા. હું મારા માતા, ભાઈ કોરોના પોઝિટિવ આવેલ. અમે ભાઈ બહેન એક જ હોસ્પિટલમાં હતા.એક વ્યક્તિના જવાથી કેટલો ફરક પડે છે તે અનુભવ્યું. માટે હું એક સંદેશો આપવા માગું છું ગમે તેટલા નજીકના લોકો હોય આમ અચાનક આપણને એકલા મૂકીને જતા રહેવાના માટે જેટલું થાય તેટલું દરેક લોકો માટે સારું કરી આજ ને જીવવું જોઈએ કાલની વાત કાલે.

કોરોનામાં દિકરો ગુમાવનાર પિતા યશવંતભાઇ ગરધરીયા.
કોરોનામાં દિકરો ગુમાવનાર પિતા યશવંતભાઇ ગરધરીયા.

જો મારો દીકરો જીવતો હોત તો તે મારા મનોદિવ્યાંગ બાળકને સાચવત
મૃતકના પિતા યશવંતભાઇ ગરધરીયાએ કહ્યું- ​​​​​​​કોરોનાથી મૃત્યુ પામેલા ડો. અંકિત ગરધરિયાના પિતાએ તેમના વિશે લખતા જણાવ્યું હતું કે, તે ખૂબજ સરળ, આધ્યાત્મિક, શાંત-સ્વભાવ અને સાદગીભર્યું જીવન જીવતો હતો. માત્ર એટલું જ નહિ તે તેના મિત્રોને પણ કહેતો કે તેને સૌથી વધુ આનંદ ત્યારે આવે જ્યારે તેનો મનોદિવ્યાંગ ભાઈ તેના ખોળામાં માથું રાખી અને આરામ કરે. તેને મેડિકલ પ્રેક્ટિસથી જે સારી એવી આવક થતી હતી, તેને છોડી એવા લોકોની સેવા કરી છે જેની સહેજ પણ આર્થિક ત્રેવડ ન હોય. સાથો-સાથ તેને કોઈ દિવસ કોઈ વસ્તુ માટે ડિમાન્ડ કરી નથી. ત્યારે તેની ચિરવિદાય સમગ્ર પરિવારને ઘેરા શોકમાં મૂકી દીધો છે. જો અંકિત અત્યારે જીવતો હોત તો તે મારા નાના દીકરાને ખૂબજ સારી રીતે સાચવત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here