રાજકોટ :જિલ્લા પંચાયતમાં ભાજપને 26 અને કોંગ્રેસને 10 બેઠક મળી

0
9

રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપને 26 અને કોંગ્રેસને 10 બેઠક મળી છે. ભાજપે સત્તા મેળવી કોંગ્રસને પછાડ્યું છે. રાજકોટની 11 તાલુકા પંચાયતમાં પણ ભાજપે ભગવો લહેરાવ્યો છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પોતાનો ગઢ સાચવી શક્યા નથી. જસદણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને 10 અને ભાજપને 6 બેઠક મળી છે. જ્યારે વીંછિયામાં 14 કોંગ્રેસને અને ભાજપને 4 બેઠક મળી છે. ગોંડલ નગરપાલિકામાં 5 બેઠક બિનહરિફ જાહેર થઇ ભાજપના ફાળે ગઇ છે. ગોંડલ નગરપાલિકામાં ભાજપે તમામે તમામ 44 બેઠક પર ભાજપની જીત મેળવી છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખના પત્નીની કારમી હાર થઇ છે. બીજી તરફ જામકંડોરણા તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસના સુપડા સાફ થયા છે અને ભાજપે 16એ 16 બેઠક પર વિજય મેળવ્યો છે.

ભાજપ-કોંગ્રેસે બંનેએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

રાજકોટ જિલ્લા પંચાયતમાં વર્ષ 2010માં 63.23 ટકા મતદાન થયું હતું, જ્યારે વર્ષ 2015માં 66.64 ટકા મતદાન થયું હતું. બીજી તરફ રાજકોટ તાલુકા પંચાયતની ચૂંટણીમાં વર્ષ 2015માં 67.65 ટકા મતદાન નોંધાયું હતું. આ વર્ષે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં બન્ને પક્ષે 50 ટકાથી વધુ નવા ચહેરાઓને તક આપી છે. ત્યારે ભાજપ દ્વારા તમામ 36 બેઠક પર જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે અને કોંગ્રેસ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ ફરી સત્તા પર આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં 2015માં ભાજપને માત્ર બે અને કોંગ્રેસને 34 બેઠક મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here