રાજકોટ : ચૂંટણીમાં AAP પાર્ટીએ સફાઇકર્મી અને પ્યૂનને ટિકિટ આપી

0
3
  • મનપામાં કોન્ટ્રાક્ટ પર સફાઇ કર્મચારી તરીકે ફરજ બજાવતા જ્યોત્સનાબેન વોર્ડ નં. 7માં આપના ઉમેદવાર
  • સામાજિક કાર્યકર્તાની સાથે હોસ્ટેલમાં પ્યૂન તરીકે કામ કરતા હંસાબેન વોર્ડ નં.1માં આપના ઉમેદવાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જોરશોરથી પડઘમ વાગી રહ્યાં છે. આ વખતે રાજકોટમાં ભાજપ, કોંગ્રેસ, આપ અને NCP મનપાની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ભાજપ-કોંગ્રેસે ઘણાખરા નવા ચહેરા ઉતાર્યા છે તો આપ પાર્ટીએ નાના માણસોને પણ ધ્યાને રાખી ટિકિટની વહેચણી કરી છે. આપ પાર્ટીએ મહિલા સફાઈકર્મી અને મહિલા પ્યૂનને ટિકિટ આપી છે. સફાઇકર્મી ઉમેદવાર જ્યોત્સનાબેને જણાવ્યું હતું કે, બીજા પક્ષો પૈસા લઇને ટિકિટ વેચે છે જ્યારે આમ આદમી પાર્ટીએ નાના માણસોને પણ ટિકિટ આપી છે.

જ્યોત્સનાબેન સોલંકી સફાઈ કર્મચારી તરીકે કામ કરે છે
આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર 7માં એક સફાઈકર્મી મહિલાને ટિકિટ આપી છે. જ્યોત્સનાબેન સોલંકી નામની મહિલા છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પર સફાઈ કર્મચારી તરીકે કામ કરી રહ્યાં છે. મહિલા સફાઇ કર્મચારીને ટિકિટ મળતા તેમના પરિવારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. તેઓએ જણાવ્યું હતું કે, બીજા પક્ષો પૈસા લઈને ટિકિટની વહેંચણી કરે છે. જ્યારે આમ આદમી પાર્ટીએ અમારા જેવા નાના માણસોને પણ ટિકિટ આપી છે. આ સાથે જ તેઓએ જીતનો
વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

જ્યોત્સનાબેન મનપામાં કોન્ટ્રાક્ટ પર સફાઇ કર્મચારી.
જ્યોત્સનાબેન મનપામાં કોન્ટ્રાક્ટ પર સફાઇ કર્મચારી.

હંસાબેન સામાજિક કાર્યકર્તાની સાથે એક હોસ્ટેલમાં પ્યૂન
આમ આદમી પાર્ટી દ્વારા વોર્ડ નંબર 1માં હંસાબેનને ટિકિટ આપવામાં આવી છે. હંસાબેન સામાજિક કાર્યકર્તાની સાથે એક હોસ્ટેલમાં પ્યૂન તરીકે કામ કરે છે. તેઓએ જણાવ્યું હતું કે, અમારા વોર્ડમાં અનેક સમસ્યાઓ છે. મુખ્યત્વે આ વિસ્તારમાં ગંદકી સાથે કેટલાક ઘરોમાં લાઈટો પણ જોવા મળતી નથી. આ વિસ્તાર મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો વિસ્તાર છે, છતાં પણ આ વિસ્તારમાં પ્રાથમિક સમસ્યાઓ છે. જો કે, હંસાબહેન પોતે પ્યૂનની સાથે પોતાના વિસ્તારના લોકો માટે કામ કરતા હોવાનું પણ જણાવ્યું હતું. તેમજ આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીનો વિજય થશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

હંસાબેન હોસ્ટેલમાં પ્યૂનની નોકરી કરે છે.
હંસાબેન હોસ્ટેલમાં પ્યૂનની નોકરી કરે છે.

રાજકોટ મનપાની ચૂંટણીનું 21 ફેબ્રુઆરીએ મતદાન
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી આગામી 21 તારીખના રોજ યોજાનારી છે. જેને લઈને હાલ ભાજપ, કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી અને NCPના ઉમેદવારો પણ મેદાનમાં જોવા મળી રહ્યાં છે. રાજકોટમાં ભાજપ, કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટીએ 72 બેઠકો માટે 72 ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં આમ આદમી પાર્ટી દ્વારા સફાઈ કામદાર મહિલાને અને એક પ્યૂન બહેનને પણ ટિકિટ આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here