Monday, October 18, 2021
Homeરાજકોટ : ગેમ્સમાં સંસ્થાના 7 દિવ્યાંગો નેશનલ કક્ષાએ રમવા માટે સિલેક્ટ થયા
Array

રાજકોટ : ગેમ્સમાં સંસ્થાના 7 દિવ્યાંગો નેશનલ કક્ષાએ રમવા માટે સિલેક્ટ થયા

રાજકોટના યુનિક વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 14 વર્ષથી સતત દિવ્યાંગોમાં રહેલી રમતગમતની પ્રતિભાને બહાર લાવીને તેમને ક્ષેત્રિય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર પહોંચાડવાની કામગીરી કરી રહ્યું છે. પેરાલિમ્પિક કમિટી ઓફ રાજકોટ અને મોરબી જિલ્લા તરીકે ફરજ નિભાવે છે. માર્ચ મહિનામાં યોજનારી વિવિધ નેશનલ ગેમ્સમાં સંસ્થાના 7 દિવ્યાંગો નેશનલ કક્ષાએ રમવા માટે સિલેક્ટ થયા છે.

પેરા-એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2020-21 24થી 27 માર્ચે યોજાશે
19મી નેશનલ પેરા-એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2020-21 સ્પર્ધા તારીખ 24થી 27 માર્ચના રોજ નેહરુ સ્ટેડિયમ ચેન્નઈ, તામિલનાડુ ખાતે યોજાશે. આ સ્પર્ધા માટે પુરુષોમા દીપકભાઈ વાઘેલાની કેટેગરી ટી-44માં, 100 મીટર દોડ, 200 મીટર દોડ અને ભાલાફેંકમાં પસંદગી થઇ છે. ઓર્થોપેડિક દિવ્યાંગ મહિલાઓમાં સોનલબેન વસોયાની F-55 કેટેગરીમાં, ભાલાફેંક, ગોળાફેંક અને ચક્રફેંક માટે પસંદગી થઇ છે. જ્યારે પ્રજ્ઞાચક્ષુ બહેનોની કેટેગરીમાં જ્યોતિ બાલાસરાની ગોળાફેંક, લાંબી કૂદ અને 400 મીટર દોડ માટે પસંદગી થઇ છે.

અગાઉ 18 દિવ્યાંગ નેશનલ મેડલ મેળવી ચૂક્યા છે.
અગાઉ 18 દિવ્યાંગ નેશનલ મેડલ મેળવી ચૂક્યા છે.

પેરા-સ્વિમિંગ ચેમ્પિયનશિપ 2020-21 20થી 22 માર્ચે યોજાશે
20મી નેશનલ પેરા-સ્વિમિંગ ચેમ્પિયનશિપ 2020-21 સ્પર્ધા તારીખ 20થી 22 માર્ચના રાજ સ્વિમિંગ એકેડમી માઉન્ટ લીટેરા ઝી સ્કૂલ, બેંગલુરુ ખાતે યોજાશે, જેમાં પુરુષોમાં જિગર ઠક્કરની પસંદગી થઇ છે, જ્યારે દિવ્યાંગ મહિલાઓમાં ઈન્દ્રેશબેન પલાણ S-9, 200 IM, 50 બેક અને 100 બેકમાં પસંદગી થઈ છે.

મહિલા દિવ્યાંગે નેશનલ મેડલ મેળવ્યો હતો.
મહિલા દિવ્યાંગે નેશનલ મેડલ મેળવ્યો હતો.

પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2021 19થી 21 માર્ચે યોજાશે
18મી સિનિયર અને 14મી જુનિયર નેશનલ પેરા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2021 19થી 21 માર્ચના રોજ શ્રી ક્રાંતિવીર સ્ટેડિયમ, બેંગલુરુ ખાતે યોજાશે. આ સ્પર્ધામા દિવ્યાંગ પુરુષોમા રામભાઈ બાંભવા 72 કેજીની કેટેગરીમાં સિલેક્ટ થયા છે, જ્યારે દિવ્યાંગ મહિલાઓમાં ઇલાબેન દેવમુરારી 73 કેજીની કેટગરીમાં સિલેક્ટ થયાં છે. આ વર્ષે ઉપરોક્ત પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લેતા દિવ્યાંગોને રોટરી ક્લબ ઓફ રાજકોટ મેટ્રો દ્વારા સ્પોન્સરશિપ આપવામાં આવી છે.

નેશનલ કક્ષાના સ્પર્ધમાં રાજકોટથી 7 દિવ્યાંગની પસંદગી.
નેશનલ કક્ષાના સ્પર્ધમાં રાજકોટથી 7 દિવ્યાંગની પસંદગી.

અત્યારસુધીમાં 18 દિવ્યાંગ નેશનલ મેડળ મેળવી ચૂક્યા છે
રાજકોટના યુનિક વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શૈલેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે નેશનલ કક્ષાની રમત સ્પર્ધાઓમાં સંસ્થાના દિવ્યાંગોએ ટોટલ 18 નેશનલ મેડલ મેળવી ચૂક્યા છે. હજુ પણ દિવ્યાંગો વધુ મેડલો મેળવીને રાજકોટને ગૌરવ અપાવશે એવી આશા વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments