રાજકોટ : રેલવેમાં નોકરી આપવાનું આંતરરાજય કૌભાંડ ઝડપાયું, 6 શખ્સોની ધરપકડ

0
3

સામાન્ય રીતે યુવાનો રેલવે કે અન્ય સરકારી નોકરીની ભરતીની જાહેરાતથી લલચાઈને તેને સરકારી નોકરી સમજી ભરતીની યોગ્ય ચકાસણી કરતા નથી. જેને પગલે આશાસ્પદ યુવાનો છેતરપિંડીનો શિકાર બને છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રેલવેમાં સરકારી નોકરી આપવાને બહાને યુવાનોને ઠગતી આંતરરાજય ગેંગનો પર્દાફાશ કરી 6 જેટલા શખ્સોની ધરપકડ કરી છે. જેમાં 12 પાસ યુવાન પાસેથી 15 લાખ જેટલી માતબર રકમ લઈને નોકરીની લાલચ આપી અનેક આશાસ્પદ યુવાનો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. ઉલ્લેખનીય છે કે આ ગેંગના ગુજરાત રાજય, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, વેસ્ટબંગાળ, બિહાર, ઉતરપ્રદેશ જેટલા શહેરોના યુવાનોને પોતાના શિકાર બનાવ્યા છે.

વેબસાઈટ થકી ઉમેદવારોનો વિશ્વાસ સંપાદિત કરતા હતા
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આ ગેંગ દ્વારા બેરોજગાર નોકરી ઇચ્છુક યુવાનોનો તેમજ તેઓના વાલીઓનો સંપર્ક કરી તેમને રેલવે રિક્રુટમેન્ટ કન્ટ્રોલ બોર્ડ નામની બોગસ વેબસાઈટ બતાવી વિશ્વાસ સંપાદિત કરી. તેઓને રેલ્વેમાં વર્ગ-2ની નોકરી અપાવી દેવાની તેમજ ગુજરાતમાં બદલી કરાવી આપવાનો પાકો વિશ્વાસ આપી બેરોજગાર યુવાનોને પાસેથી નોકરીના રૂ.15 લાખ તથા પીડીએફમાં ડોકયુમેન્ટ સબમીટ કરવાના રૂપિયા 26 હજાર મેળવી બોગસ ઓર્ડર, આઇ કાર્ડ સેલરી તથા પગારસ્લીપ આપી તેમજ લખનઉ ખાતે રેલ્વે કોલોનીમાં બોગસ ટ્રેનીંગ સેન્ટરમાં તાલીમ આપવામાં આવી હતી. તેમજ જે યુવાનને તાલીમ 45 દિવસ થાય તેઓના ખાતામાં રૂ.16,543/- પગાર RRB કોર્પોરેશનના નામના બેંક ખાતામાંથી પગાર આપી પે-સ્લીમ આપી બેરોજગાર યુવાનોનો તેમજ તેઓના વાલીઓનો વધુ વિશ્વાસ મેળવી વધારે નોકરી ઇચ્છુકો પાસેથી રૂપિયાઓ મળેવી તેઓને લખનઉ રેલવે કોલોની ખાતે ઉભુ કરવામા આવેલ બોગસ તાલીમ સેન્ટર ખાતે પ્લેનમા લઇ જઇ ત્યા ટ્રેનીંગ આપી આંતર રાજ્ય બોગસ નોકરી અપાવી મોટુ કોભાંડ આચરવામાં આવતું હતું.

તાલીમાર્થીઓને પરિવાર સાથે વાતચીત કરવાની મનાઈ હતી
આરોપીઓ દ્વારા પોતે બોગસ નોકરી અપાવવાનો ગુન્હો આચરતા હોય અને જે તાત્કાલીક છતુ ન થાય તેમજ ઉમેદવારો તથા તેના પરિવારને આ કોભાંડની જલદીથી જાણ ન થાય અને વધુ ઉમેદવારો ભોગબનનાર મળી રહે તે માટે બોગસ ચાલતા ટ્રેનીંગ સેન્ટરમા તાલીમાર્થીઓને એક બીજા સાથે વાતચીત કરવાની મોબાઇલ મેસેજ કરવાની, વોટસએપ ગૃપ બનાવવાની તેમજ એક-બીજા સાથે પરીચય કેળવવાની મનાઇ હતી તેમજ તાલીમાર્થીઓને જણાવવામા આવતુ હતું કે બધા નોકરીયાત પાસેથી રૂપિયા લેવામા આવેલ નથી જેથી તમોએ આપેલ રૂપિયાની કોઇને વાત કરવી નહી જો વાત કરશો તો તમારો ભાંડો ફુટીજાશે જેના અને પોલીસ ઇન્કવાયરી થશે તેવો ડર ઉભુ કરવામા આવતો જેથી તાલીમાર્થીઓ એકબીજાને હકિકત જણાવે નહી જે કારણે તાલીમમા રહેલ યુવાનો એબ બીજા તાલીમાર્થીઓને પોતે કેટલા રૂપિયા આપેલ અને કોના દ્વારા નોકરીમા આવેલ તે બાબતે વાતચીત કરતા નહી.

લખનઉ ખાતેનું બોગસ ટ્રેનિંગ સેન્ટર
લખનઉ ખાતેનું બોગસ ટ્રેનિંગ સેન્ટર

બોગસ ઇન્ટરવ્યુ તથા મેડીકલ તપાસણી
આરોપીઓ દ્વારા ઉમેદવારોને વિશ્વાસમા લેવા માટે પ્રથમ તેઓનુ ઇન્ટરવ્યુ લેવામા આવતુ અને બાદ તેને નોકરી મળી ગયેલ છે તે અંગે આરોપીઓએ બનાવેલ બોગસ વેબસાઇટમા તેનુ રીઝલ્ટ મુકવામા આવતુ અને બાદ ઉમેદવારોને તેમનુ નોકરી માટે મેડીકલ તપાસ કરાવવી જરૂરી છે તેમ જણાવી ઉમેદવારોને ખરેખર વિશ્વાસ થાય તે માટે લખનઉ રેલ્વે હોસ્પીટલ ખાતે ઉમેદવારોને એકપછી એક લઇ જઇ અને ત્યા હોસ્પીટલ ખાતે લઇ જઇ અને પ્રોસેસ થઇ ગયેલ તેમ કહી અને રિપોર્ટ પોતાની પાસે બારોબાર આવીજશે તેવુ જણાવી ઉમેદવારોનો વિશ્વાસ જીતવામા આવતો.

આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે
આ અંગે એક ફરિયાદીએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ અંગેની તપાસ હાથ ધરવામાં આવી જ્યાં સમગ્ર બનવા અંગેની પર્દાફાશ થતા આરોપી હિમાંશુ પાંડે, શશીપ્રસાદ ઉર્ફે અનુપમ ગુપ્તા,સુરજમોર્ય રમેશમોર્ય,શૈલેષ ઉર્ફે સેટિંગ દલસાણીયકલ્પેશ શેઠ, ઇકબાલ એહમદ ઉર્ફે મુન્નો ખત્રીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને લખનૌના બોગસ તાલીમ સેન્ટરમાંથી પોલીસે કોમ્પ્યુટર, રેલવે અને બેંકના બોગસ સિક્કા, મોબાઈલ ફોન સહિત રૂ. 92,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here