Monday, September 20, 2021
Homeરાજકોટ : બેંક-આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઇ બહાર નીકળતા લોકોનું ધ્યાન ભટકાવી ચોરી...
Array

રાજકોટ : બેંક-આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઇ બહાર નીકળતા લોકોનું ધ્યાન ભટકાવી ચોરી કરતી આંતરરાજ્ય નાયડુ ગેંગ ઝડપાઇ

રાજકોટ રૂરલ પોલીસે આંતરરાજ્ય નાયડુ ગેંગને પકડી પાડી છે. આ ગેંગ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર , કર્ણાટક અને રાજસ્થાનમાં અલગ અલગ જિલ્લામાં બેંક તથા આંગડિયા પેઢી બહાર રેકી કરી લોકોનું ધ્યાન ભટકાવી ચોરી કરી નાસી જતી હતી. અત્યાર સુધીમાં આ ગેંગ દ્વારા 11 ચોરીમાં 45 લાખની તફડંચી કર્યાનું ખૂલ્યું છે. પોલીસે ગેંગના સગીર વયના આરોપી સહિત ચારની ધરપકડ કરી છે.

પોલીસે 3 લાખ 26 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો.

પોલીસે 3 લાખ 26 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો.

પોલીસે ચારેય શખ્સ પાસેથી 3 લાખ 26 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

રાજકોટ રૂરલ પોલીસના કબ્જામાં રહેલા આ શખ્સો નાયડુ ગેંગના સાગરીતો છે. ઝડપાયેલા ચાર આરોપીમાં લાલુ ઉર્ફે સુનિલ ઐયર, હરીશ ઉર્ફે અરીશ નાયડુ, ગોપી લક્ષ્મણા નાયડુ અને એક સગીર વયના આરોપીનો સમાવેશ થાય છે. આ શખ્સોએ તેમના એક સગીર સાગરીત સાથે મળી વર્ષ 2020ના અંતમાં શાપર વેરાવળ વિસ્તારમાં ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો અને ફરી એક વખત રાજકોટ વિસ્તારમાં ચોરી કરવા આવતા હોવાની હકીકતને આધારે પોલીસે વોચ ગોઠવી આ નાયડુ ગેંગના સગીર સહિત 4 શખ્સોને પકડી પાડ્યા છે. પોલીસે આ શખ્સો પાસેથી પલ્સર મોટર સાઇકલ, અને રોકડ રકમ સહિત કુલ 3 લાખ 26 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.

સીસીટીવીમાં બાઇકના નંબર પરથી પોલીસ ગેંગ સુધી પહોંચી.

સીસીટીવીમાં બાઇકના નંબર પરથી પોલીસ ગેંગ સુધી પહોંચી.

આ રીતે નાયડુ ગેંગને પોલીસે ઝડપી પાડી

રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે, 2020ના વર્ષના અંતે શાપર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઇ હતી. આથી પોલીસ દ્વારા વિવિધ જગ્યાના સીસીટીવી ચેક કરતા એક ફૂટેજમાં બાઇકના નંબર મળી આવ્યા હતા. તેના આધારે તપાસ કરતા આ ગેંગની માહિતી મળી હતી. તેમજ બીજા પોલીસ સ્ટેશનમાં આ અંગેના ગુના દાખલ થયા હતા તેની એકસરખી એમ.ઓ.ની વિગત કાઢવામાં આવી હતી. આ લોકો શાપરમાં ફરી ગુનો આચરવા આવતા હતા ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી.

ચારેય શખ્સ વિરૂદ્ધ કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ગુનો નોંધાયેલા છે.

ચારેય શખ્સ વિરૂદ્ધ કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ગુનો નોંધાયેલા છે.

નાયડુ ગેંગના શખ્સોની મોડસ ઓપરેન્ડી

આ શખ્સો નાયડુ ગેંગના નામે ઓળખાય છે અને તેઓ બેંક તથા આંગડિયા પેઢી બહાર રેકી કરી લોકોની નજર ચૂકવી ચોરીના ગુનાને અંજામ આપતા હતા. આરોપીઓ કોઇ પણ જિલ્લામાં પ્રવેશ કરી બાદમાં મકાન ભાડે રાખી અને ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ રજૂ કરી OLX એપ્લિકેશન પરથી મોટર સાઇકલની ખરીદી કરતા હતા. બાદમાં રેકી કરી અને ચોરીના ગુનાને અંજામ આપતા હતા.

રાજકોટ જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી માહિતી આપી.

રાજકોટ જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી માહિતી આપી.

અત્યાર સુધીમાં 11 ચોરીમાં 45 લાખ રોકડ રકમની ચોરી કરી

ચારેય આરોપી કર્ણાટક રાજ્યના છે. રીઢા ગુનેગારો છે અને અત્યાર સુધીમાં અલગ અલગ પ્રકારની 11 ચોરી કર્યાની કબૂલાત આપી છે. જેમાં 45 લાખ જેટલી રોકડ રકમની ચોરી કરી હોવાનું ખૂલ્યું છે. ચારેય આરોપીઓ સુરેન્દ્રનગર, અમદાવાદ, જામનગર, રાજકોટ અને જયપુરમાં પણ ચોરીને અંજામ આપી ચૂક્યા છે. ચાર આરોપી પૈકી એક આરોપી વિરૂદ્ધ મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યમાં પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ચારેય આરોપી ચોરીમાં રોકડ રકમને જ ટાર્ગેટ કરતા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments