રાજકોટ : ઇન્ટર્ન તબીબોએ રાજ્ય સરકાર પાસે 5 હજાર રૂપીયા વધારે ચુકવવાની માંગ કરી

0
1

રાજકોટમાં કોરોનાની ડ્યુટી કરતા ઇન્ટર્ન તબીબોએ રાજ્ય સરકાર પાસે સ્ટાઇપેન્ડ સિવાયનું 5 હજાર રૂપીયા વધારાનું ભથ્થુ ચુકવવાની માંગ કરી છે. રાજકોટ, ભાવનગર અને વલસાડનાં ઇન્ટર્ન તબીબોએ ગુજરાત ઇન્ટર્ન ડોક્ટર એસોશિએશન મારફતે આરોગ્ય મંત્રી અને રાજ્યનાં ડે.CM નિતીન પટેલ અને જયંતી રવિને ઇ-મેઇલ દ્વારા કોરોનાનું વધારાનું ભથ્થુ ચુકવવાની માંગ કરી છે.

સતત ખડેપગે ઉભા રહ્યા, છતાં વેતન અન્ય ડોક્ટરોની સરખામણીએ ઓછું
આ અંગે રાજકોટ મેડિકલ કોલેજનાં ઇન્ટર્ન તબીબોનું કહેવું છે કે, સતત ખડેપગે ઉભા રહ્યા, છતાં વેતન અન્ય ડોક્ટરોની સરખામણીએ ઓછું કેમ આપવામાં આવે છે ? ઇન્ટર્નશીપ કરતા ડોક્ટરોનો કોરોના વોર્ડમાં ડ્યુટી ફાળવવામાં આવે છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા ઇન્ટર્ન ડોક્ટરોને 13 હજાર રૂપીયાનું સ્ટાઇપેન્ડ અને 5 હજાર રૂપીયાનું કોરોના ભથ્થુ ચુકવવામાં આવતું હતું. જે અમને મળવું જોઈએ.

રાજ્ય સરકારે શું નિર્ણય કરે છે તે જોવાનું રહ્યું
જોકે બેચ બદલતા કોરોનાનું ભથ્થુ જૂનિયર ઇન્ટર્ન ડોક્ટરોને પણ ચુકવવામાં આવે તેવી માંગ કરી છે. જો આ અંગે રાજ્ય સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહિં કરવામાં આવે તો ગુજરાત ઇન્ટર્ન ડોક્ટર એસોસિએશનની બેઠકમાં કઇ રીતે લડત ચલાવવી તે અંગે નિર્ણય કરવામાં આવશે.. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ઈન્ટર્ન ડોકટરો કોવિડ સેન્ટરમાં સતત ફરજ બજાવી રહ્યા છે અને તેમાં ઘણાં ડોકટરો કોરોના સંક્રમિત પણ થયા હતા.હવે રાજ્ય સરકારે શું નિર્ણય કરે છે તે જોવાનું રહ્યું !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here