Tuesday, January 18, 2022
Homeરાજકોટ : 11 સમસ્યાઓની તપાસ કરતા મળ્યા આ જવાબો: ક્યાંક બેડ નથી...
Array

રાજકોટ : 11 સમસ્યાઓની તપાસ કરતા મળ્યા આ જવાબો: ક્યાંક બેડ નથી તો કોઈકે કીધું શબવાહિનીની રાહ ન જુઓ

રાજકોટમાં કોરોનાના કેસ ફાટી નીકળ્યા છે, મોતનો આંક વધતો જ જાય છે. હોસ્પિટલમાં બેડ નથી અને ઘરે સારવાર કરવી હોય તો ઓક્સિજન અને તેની કિટ મળતી નથી. આ બધી સમસ્યાઓમાં તંત્ર ક્યાંય મદદે આવતું જ નથી અને તંત્ર મૂક પ્રેક્ષક બનીને બેઠું છે. કોરોનાને કારણે દર્દી તો પીડાય જ છે પણ તેમના પરિવારજનો પણ કેટલા પીડાય છે તે લોકો સમક્ષ મૂકવા માટે 5 દર્દીઓના સ્વજન બનીને બેડ, ઈન્જેક્શન, રિપોર્ટ, ઓક્સિજન તેમજ શબવાહિની બોલાવવા સુધીમાં કેટલી પ્રક્રિયા આવે તે તમામમાંથી પસાર થયા હતા.

આ બધી દોડાદોડીમાં એવી 11 સમસ્યાઓ સામે આવી જે દર્દીના પરિવારને સૌથી વધુ પીડા આપે છે અને કોરોના કરતા આ સમસ્યાઓ વધુ દર્દ આપે છે. આ સમસ્યાઓને જાણે તંત્રનું કોઇ અસ્તિત્વ જ નથી તેવું અનુભવાય છે. દર્દીના પરિવારજનોને નોધારા હોવાની અનુભૂતિ થાય છે. બેડ મળતા નથી, ઈન્જેક્શન લખી દીધું છે પણ મળતું નથી, સ્મશાનમાં વેઈટિંગ, ટેસ્ટ કરવા કોઇ આવતું નથી આ બધી સમસ્યાઓની સાથેસાથે ઓક્સિજનના સિલિન્ડર અને તેની કિટ લેવા માટે પરિવારોનો સંઘર્ષ યુદ્ધ જેટલો ભીષણ અને પીડાદાયક છે.

બેડની હેલ્પલાઈન મદદ વિહોણી : એક દર્દી માટે ખાલી બેડની જરૂર છે હેલ્પલાઈન: પ્રાઈવેટમાં એકપણ બેડ નથી, સિવિલમાં જગ્યા માટે ફોન કરો : સિવિલમાં તો ક્યાં જગ્યા છે હેલ્પલાઈન: અમૃત ઘાયલ હોલમાં ફોન કરો જવાબદાર: મનપા અને જિલ્લા વહીવટી તંત્ર

રેમડેસિવિર ઈન્જેક્શન માટે લાચાર
ખાનગી હોસ્પિટલમાં તબીબો મારફત જ ઈન્જેક્શન અપાય છે છતાં હોસ્પિટલ દર્દીના સ્વજનને ચિઠ્ઠી આપી દોડાવી રહ્યા છે. લાઈનમાં ઊભા રહ્યા બાદ ઈન્જેક્શન નહીં મળે તેવો કેન્દ્રમાંથી જવાબ મળે છે. જે હોસ્પિટલે અરજી કરી તેના દર્દીઓને 24 કલાક થયા ઈન્જેક્શન મળતા નથી.
જવાબદાર: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ

ઓક્સિજન સિલિન્ડર
હોમ આઈસોલેશનમાં રાખેલા દર્દીને ઓક્સિજનની જરૂર છે પણ તંત્ર કોઇ વ્યવસ્થા નથી. સંસ્થાઓ પહોંચી શકતી નથી
યુવક:સાહેબ એક ઓક્સિજનનો બાટલો જોતો હતો
સંસ્થા: 70 લોકો લાઈનમાં છે હવે ટોકન પણ પૂરા થઈ ગયા, માફ કરશો આજે નહિ થાય
જવાબદાર: મનપા અને જિલ્લા વહીવટી તંત્ર

ઓક્સિજન માટે કિટ
ઓક્સિજન સિલિન્ડર મળ્યા બાદ હ્યુમિડીફાયર, માસ્ક સહિતની કિટ જોઈએ જે મળતી નથી. સ્થિતિને વશ થઈને એક મહિલા દર્દીને વપરાયેલી કિટ આપવી પડી
યુવક: ભાઈ ઓક્સિજનની કિટ જોઈએ છે
મેડિકલ સ્ટોર: ઉપરથી જ માલ નથી આવતો
જવાબદાર: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ

104 હેલ્પલાઈનમાં ફોન બન્યા બેકાર
એક પોઝિટિવ દર્દી માટે દવા તેમજ પરિવારની તપાસ માટે 104 હેલ્પલાઈન પર 4 વખત ફોન કર્યા ફોન ઉપાડ્યા જ નહીં. તે દર્દીએ જણાવ્યું કે, 4 દિવસ પહેલા પણ ફોન કર્યો હતો ત્યારે દવા દઈ જશે તેમ કહ્યું હતું હજુ સુધી એક પણ ધન્વંતરિ રથ કે એમ્બ્યુલન્સ દર્દીને તપાસવા કે દવા દેવા આવ્યા નથી.
જવાબદાર: મનપા, જિલ્લા આરોગ્ય વિભાગ

108 હવે ઝડપથી આવતી નથી
યુવક:
મારા પત્ની ગંભીર છે, એમ્બ્યુલન્સ જોઈએ છે
108 કંટ્રોલરૂમ: તમારો વારો આવે ત્યારે તમને ફોન આવશે
(સવારે 5 વાગ્યે પ્રથમ ફોન કર્યો, બપોર સુધીમાં બીજા 7 ફોન કર્યા બધી વખતે એક જ સરખો જવાબ મળ્યો, શનિવાર રાત્રીના 10 વાગ્યા સુધી એમ્બ્યુલન્સ ન આવી)
જવાબદાર: 108 હેલ્પલાઈન, આરોગ્ય વિભાગ

ટેસ્ટ બૂથ પર ધૈર્યનું ટેસ્ટિંગ : અમારા મિત્રના રેપિડ ટેસ્ટ કરાવવા છે બૂથ કર્મી: આ બધા લાઈનમાં છે ત્યાં બેસી જાઓ યુવક: ક્યારે વારો આવશે બૂથ કર્મી: 10 વાગ્યા છે, કિટ હશે અને 12.30 સુધીમાં વારો આવે તો ટેસ્ટ થશે જવાબદાર: રાજકોટ મહાનગરપાલિકા

શબવાહિનીમાં વાર લાગશે, વાહન લો : ઘરે ડેથ થયું છે, શબવાહિની જોઈએ છે કંટ્રોલરૂમ: વાર લાગી જશે યુવક: કેટલી વાર લાગશે? અત્યારે રાત છે એટલે કંટ્રોલરૂમ: સંસ્થા કે ખાનગી વાહનની ટ્રાય કરો, એક ગાડી છે જે બે કલાક પછી આવશે જવાબદાર: રાજકોટ મહાનગરપાલિકા

પૈસા દઈને ટેસ્ટ કરવામાં પણ જવાબ નહિ
લોકો ખાનગી લેબમાં પૈસા દઈને ટેસ્ટ કરાવી રહ્યા છે. 62 વર્ષના વૃદ્ધા અશક્ત હોવાથી ખાનગી લેબમાં ફોન કર્યા હતા. એક જ લેબમાં ફોન લાગ્યો અને ત્યાંથી હોમ કલેક્શન બંધ છે તેવો જવાબ મળ્યો હતો. સ્થળ પર જતા લેબનું પ્રાંગણ શંકાસ્પદ દર્દીઓથી ભરાયેલું હતું અને ત્યાં વૃદ્ધ અને અશક્ત લોકોને ટેસ્ટ માટે રાખવા તેટલું જ જોખમી છે છતાં ત્યાં કલાક સુધી કતારમાં ઊભું રહેવું પડ્યું.
જવાબદાર: સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય વિભાગ

આરટીપીસીઆર બાદ હવે સીટી સ્કેનમાં કતારો
રેપિડ ટેસ્ટ પોઝિટિવ હોય તો સારવાર શરૂ કરી દેવાય છે પણ જો ઈન્જેક્શનની જરૂર પડે તો માત્ર રેપિડ ટેસ્ટ માન્ય ગણાતા નથી. આરટીપીસીઆરની જરૂર પડે આ ટેસ્ટમાં 3 દિવસ લાગી રહ્યા છે તેથી નવા નિયમ મુજબ સીટી સ્કેન અને રેપિડ ટેસ્ટ હોય તો ચાલે. આ કારણે રેમડેસિવિર માટે સીટી સ્કેનની સંખ્યા વધી છે આ કારણે ખાનગી લેબમાં વેઈટિંગ વધ્યું છે. તબીબ સુધી રિપોર્ટ પહોંચતા 6 કલાક થાય છે.
જવાબદાર: સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય વિભાગ

સ્મશાનમાં 5 કલાકની રાહ છતાં લાંબી સફર
કોવિડ પ્રોટોકોલથી જ્યાં મૃતકોના અંતિમસંસ્કાર થાય છે ત્યાં તો 24 કલાક સુધીના વેઈટિંગ છે પણ એવા મૃતકો કે જે કોરોના પોઝિટિવ ન હતા કે સારવાર હેઠળ ન હતા તેમની અંતિમવિધિ માટે પણ ઘણી સમસ્યાઓ થઈ રહી છે. મવડી વિસ્તારમાં રહેતા લોકોએ રૈયા ગામ અને ત્યાં વારો ન આવે તો કણકોટ સુધી જવાનું છે અને ત્યાં સુધી ગયા બાદ પણ તુરંત અંતિમસંસ્કાર થશે તેવી કોઇ ખાતરી નથી.
જવાબદાર: રાજકોટ મનપા અને વહીવટી તંત્ર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular