Thursday, September 23, 2021
Homeરાજકોટ : વધુ કેસ ધરાવતી સોસાયટી-શેરીઓ આડે લોખંડની ગ્રીલ મૂકાઇ
Array

રાજકોટ : વધુ કેસ ધરાવતી સોસાયટી-શેરીઓ આડે લોખંડની ગ્રીલ મૂકાઇ

રાજકોટમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન સીલ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જે વિસ્તારોમાં કેસ વધુ હોય તે સોસાયટી-શેરીઓ લોખંડની ગ્રીલ વડે બંધ કરવાની કાર્યવાહી મનપાએ શરૂ કરી છે. વોર્ડ નં.13માં પપૈયાવાડી, વોર્ડ નં.5માં પટેલ પાર્ક, પેડક રોડ અને 3-અલકા પાર્કને લોખંડની ગ્રીલ વડે સીલ કરવામાં આવ્યું છે. અમુક વિસ્તા અને ફ્લેટમાં રીબીન માર્ક કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં હાલ 1500 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન હેઠળ મૂકાયા છે.

મનપા કમિશનરે બેઠક બોલાવી હતી
રાજકોટ શહેરમાં કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિને નજર સમક્ષ રાખી સંક્રમણ ફેલાતું અટકાવવા અને સંક્રમણની ચેઈન તોડવાના પ્રયાસોના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન બનાવવા અને તેને આનુસાંગિક આવશ્યક કામગીરી અનુસંધાને જરૂરી ચર્ચા-વિચારણા કરવા માટે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને એક મીટિંગ યોજાઈ હતી.

માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં લોકો બહાર ન નીકળે તેવી કામગીરી
રાજકોટમાં જે-જે વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસ આવશે ત્યાં આવશ્યકતા અનુસાર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન બનાવી પીળા રંગની પટ્ટી તથા જરૂરી વિગત દર્શાવતું બેનર લગાવવામાં આવી રહ્યું છે. ઉપરાંત મહાનગરપાલિકા અને પોલીસ સ્ટાફની બનેલી સંયુક્ત ટીમો દ્વારા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વખતોવખત ચેકિંગ કરી લોકો ત્યાંથી બહાર ના આવે તે માટે લોકોને સમજાવવા અને જરૂર પડ્યે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

ફ્લેટમાં રીબીનથી માર્ક.
ફ્લેટમાં રીબીનથી માર્ક.

વોર્ડ વાઇઝ ટીમ બનાવવામાં આવી
માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન પર દેખરેખ રાખવા માટે વોર્ડ વાઈઝ રચવામાં આવી રહેલી ટીમોમાં પોલીસ ઇન્સ્પેકટર/સબ ઇન્સ્પેક્ટર, વોર્ડ ઓફિસરો, વોર્ડ એન્જિનિયરો સહિતના અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વોર્ડ વાઈઝ ટીમો પોતપોતાના વોર્ડમાં સમાવિષ્ટ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની રેગ્યુલર મુલાકાત લેવામાં આવી રહી છે. લોકો નિયમોનો ભંગ ન કરે તે સુનિશ્ચિત કરવા આ ટીમો નાગરિકો સાથે સંવાદ કરવાની સાથોસાથ જરૂરિયાત મુજબ કડક કાયદેસર પગલાં પણ લેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments