રાજકોટ: 3 મહિનાના બાળકની જિંદગી બચાવવા જાડેજાના પત્ની એ સોશિયલ મીડિયામાં અપીલ કરી

0
13

મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાનેસર ગામે મધ્યમવર્ગીય પરિવારના આંગણે ધૈર્યરાજ નામના બાળકે ત્રણ મહિના પહેલા જન્મ લીધો હતો. જન્મજાત ગંભીર બીમારીને કારણે તેને 16 કરોડનું ઇન્જેક્શન આપવાનું હોય રાજકોટ જિલ્લામાંથી રાજકીય અને જાણિતા લોકો મદદ કરવા માટે આગળ આવ્યા છે. આજે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ સોશિયલ મીડિયામાં અપીલ કરી છે કે, માનવતાના હેતુ માટે હું તમને બધાને વિનંતી કરું છું કે તમે એક પગલું ભરો અને તમારી બાજુથી શક્ય તેટલું દાન કરો. જેનાથી નાના બાળકનો જીવ બચી જાય.

સામાજિક સંસ્થાઓ આગળ આવી
રાજકોટના મોરબી રોડ પર આવેલા રતનપર ગામે આદ્યશક્તિ સંગઠન ગ્રુપ દ્વારા પણ બાળકના ઇલાજ માટે મદદરૂપ થવા માટે સરાહનીય પગલું ભર્યુ છે. આજે આ ગ્રુપના સભ્યો હાથમાં બાળકના ઇલાજ માટે મદદ કરતા લખાણ સાથેના બોક્સ લઇ હાઇવે પર ફરી રહ્યાં છે અને વાહચાલકો પાસેથી દાન એકત્ર કરી રહ્યાં છે.

સામાજિક સંસ્થા રસ્તા પર દાન એકત્ર કરવા નીકળી.
સામાજિક સંસ્થા રસ્તા પર દાન એકત્ર કરવા નીકળી.

ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાએ CMને પત્ર લખ્યો
ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાએ બાળકને મદદરૂપ થવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, કાનેસરા ગામના રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડના આંગણે ત્રણ માસના પુત્ર ધૈર્યરાજસિંહને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી ફેક્ટ શીટ નામની ગંભીર બિમારી છે. આ બિમારીના ઇલાજ માટેનો ખર્ચ આશરે 16 કરોડ જેટલો થાય છે. બાળકનો પરિવાર મધ્યમવર્ગીય છે. આ બિમારીને પહોંચી વળવા સક્ષમ ના હોય મુખ્યમંત્રી રાહતફંડમાંથી આ પરિવારને સહાય કરવા આપને મારી ભલામણ છે.

બાળકની જિંદગી બચાવવા સામાજિક સંસ્થા મેદાને.
બાળકની જિંદગી બચાવવા સામાજિક સંસ્થા મેદાને.

સ્નાયુબદ્ધ એટ્રોફી ફેક્ટશિટ નામની ગંભીર બીમારીથી બાળક પીડાય છે
મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાનેસર ગામમાં મધ્યમવર્ગીય રાઠોડ પરિવાર રાઠોડ પરિવારને આંગણે ધૈર્યરાજે જન્મજાત ગંભીર બીમારી સાથે જન્મ લીધો છે. જેને એસએમએ-1(Spinal Muscular Atrophy Fact Sheet)તરીકે ઓળખવામાં આવે છે. જેને ગુજરાતીમાં કરોડરજ્જુની સ્નાયુબદ્ધ એટ્રોફી ફેક્ટશિટ કહેવામાં આવે છે. ડોક્ટરોના કહેવા પ્રમાણે બાળકના ઈલાજ માટે 1 વર્ષનો સમય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here