રાજકોટ : વાહનો ટોઇંગ કરતા જ્યુબેલીના વેપારીઓએ બંધ પાળ્યો, કાલથી સજ્જડ બંધની ચીમકી

0
4

રાજકોટમાં શહેર ટ્રાફિક પોલીસની કનડગતના આક્ષેપ સાથે આજે જ્યૂબેલી વિસ્તારના વેપારીઓએ સામુહિક બંધ પાળી વિરોધ દર્શાવ્યો હતો. વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળીને રાજકોટ ટ્રાફિક પોલીસ સામે સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો અને જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આવતીકાલથી સજ્જડ બંધની ચીમકી આપી હતી.

શહેરમાં ટ્રાફિક સમસ્યા એ વિકટ પ્રશ્ન બન્યો
શહેરમાં ટ્રાફિક સમસ્યા એ વિકટ પ્રશ્ન બન્યો છે. જીવલેણ અકસ્માતનું પ્રમાણ વધ્યું છે, તેમજ કેટલાક વિસ્તારમાં ટ્રાફિકજામને કારણે વાહનોના થપ્પા લાગે છે. જ્યુબેલી વિસ્તારમાં વેપારીઓ અને વસ્તુ લેવા આવતા ગ્રાહકોના વાહનો તુરંત ટોઇંગ કરવામાં આવતા વેપારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે, જ્યુબેલી વિસ્તારમાં લારીવાળાના ટ્રાફિકને અવગણી માત્ર દુકાનદારો સામે જ ધોંસ બોલવતા આજે તમામ વેપારીઓ સાથે મળી સ્વયંભૂ બંધ પાળી વિરોધ દર્શાવ્યો છે.

આ સમસ્યાનો સામનો અમે છેલ્લા 20 દિવસથી કરીએ છે - સ્થાનિક વેપારી
આ સમસ્યાનો સામનો અમે છેલ્લા 20 દિવસથી કરીએ છે – સ્થાનિક વેપારી

પ્રજા પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી
આ અંગે સ્થાનિક વેપારી ​​​​​​​સંજયભાઈ લાલવાણીએ જણાવ્યું હતું કે, અહીંયા અમે તથા દુકાનમાં આવતા ગ્રાહકો કોઇને ટ્રાફિકના અડચણરૂપ ન થયા એ રીતે વાહન પાર્ક કરે છે છે. છતાં પણ ટ્રાફિક પોલીસ ખોટી રીતે અમારા વાહનોને ટોઇંગ કરી જાય છે, ગ્રાહકોના વાહનોને ટોઇંગ કરી જાય છે. આ સમસ્યાનો સામનો અમે છેલ્લા 20 દિવસથી કરીએ છે. અને હવે જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમે લોકો કાલથી જયુબેલી ચોકમાં આવેલી દરેક દુકાન બંધ કરી દેશું. ઉલ્લેખનીય છે કે હેલ્મેટ અને સીટ બેલ્ટના કાયદાથી કંટાળેલી પ્રજા પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી રહી છે.

જ્યૂબેલી વિસ્તારના વેપારીઓએ સામુહિક બંધ પાળી વિરોધ દર્શાવ્યો હતો
જ્યૂબેલી વિસ્તારના વેપારીઓએ સામુહિક બંધ પાળી વિરોધ દર્શાવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here