Tuesday, September 21, 2021
Homeરાજકોટ : રેમડેસિવિર લેવા રાત્રે 3 વાગ્યાથી લાઇન, પોઝિટિવ દર્દી પણ ઇન્જેક્શન...
Array

રાજકોટ : રેમડેસિવિર લેવા રાત્રે 3 વાગ્યાથી લાઇન, પોઝિટિવ દર્દી પણ ઇન્જેક્શન મેળવવા ઉભા રહે છે

રાજકોટમાં કોરોનાની બીજી લહેરમાં રામબાણ ઇલાજ ગણાતા રેમડેસિવિર ઇન્જેક્શનની અછત ઉભી થઇ છે. આથી તંત્ર દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન દર્દીઓને 24 કલાક મળી રહે તે માટે ચૌધરી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં વિતરણ કેન્દ્ર શરૂ કર્યુ છે. રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા લોકો રાતે 3 વાગ્યે લાંબી લાઇન લગાવે છે. પરંતુ આ લાઇનમાં પોઝિટિવ દર્દી પણ ઉભા રહેતા હોવાથી જીવતા બોમ્બ સમાન સાબિત થઇ રહ્યાં છે.

રાતના લાઇનમાં ઉભા છતાં ઇન્જેક્શન ન મળ્યા

રાતથી જ ઇન્જેક્શનનો જથ્થો ખાલી થતા ચૌધરી હાઇસ્કૂલમાં આવેલી કુંડલિયા કોલેજના કંટ્રોલરૂ બહાર લાંબી લાઇન લાગી ગઈ છે. હાલ તંત્ર દ્વારા દર્દીના સગાને આશ્વાસન આપવામાં આવી રહ્યું છે કે, સવારે 10 વાગ્યે જથ્થો આવી જશે. પરંતુ ત્યાં સુધી દર્દીઓના સગા ઇન્જેક્શન મેળવવા માટે ટળવળ્યા હતા. કરૂણતા એ છે કે, પોઝિટિવ દર્દીએ પોતે પણ આ ઇન્જેક્શનની લાઇનમાં ઉભા રહેવું પડે છે. ત્યારે આ સંક્રમણ ક્યાં સુધી ફેલાય શકે તે દર્દીને ખબર નથી અને જીવતા બોમ્બ સાબિત થઇ શકે છે.

4 વાગ્યાથી હું લાઇનમાં ઉભો છું-યોગેશભાઇ

4 વાગ્યાથી હું લાઇનમાં ઉભો છું-યોગેશભાઇ

પરિવારના સભ્યો દાખલ, મને કોરોનાના લક્ષણો- દર્દી

સવારે 4 વાગ્યાથી ઇન્જેક્શન મેળવવા લાઇનમાં ઉભા યોગેશભાઇ જણાવ્યું હતું કે, પરિવારના મોચાભાગના સભ્યો કોરોના સંક્રમિત છે. હાલ હોસ્પિટલમાં તમામ સભ્યો દાખલ છે. સવારના 4 વાગ્યાથી હું લાઇનમાં ઉભો છું. હજુ સુધી ક્યારે ઇન્જેક્શન મળશે તે નક્કી થતું નથી. મારે કોરોનાના લક્ષણો છે. કલેક્ટર તંત્રનો દાવો છે કે ઇન્જેક્શનનો પુરતો જથ્થો છે પરંતુ દર્દીઓને મળતા કેમ નથી એ પણ મોટો સવાલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments