Saturday, September 25, 2021
Homeરાજકોટ : મનપાનો જળનિકાલ વ્યવસ્થામાં ફરીવાર ધબડકો
Array

રાજકોટ : મનપાનો જળનિકાલ વ્યવસ્થામાં ફરીવાર ધબડકો

રાજકોટમાં બારે મેઘ ખાંગા તો થયા નથી, આઠ-દસ ઈંચ વરસાદ પણ વરસ્યો નથી છતાં ગઈકાલે બપોરે ૨.૩૦થી રાત્રે ૮.૩૦ સુધીમાં ચાર ઈંચ અને અમુક વિસ્તારમાં તેથી ઓછો વરસાદ વરસ્યો છતાં શહેરના માર્ગો પર પૂર આવ્યાના દ્રશ્યો જોવા મળ્યા હતા. મનપાએ ચોમાસાના લાંબા વિરામ વખતે જળનિકાલ વ્યવસ્થાની વાતોના વડાં કર્યા, કાગળ પર આયોજનો કર્યા, ઈજનેરોને તાકીદ કરી સૂચનાઓ અપાઈ પણ આ બદ્ધુ પાણીમાં ગયું હતું અને ફરીએક વાર વ્યવસ્થાનો ધબડકો જોવા મળ્યો હતો.

મનપાએ કરોડો રૂ।.ખર્ચીને વિતેલા વર્ષોમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ બનાવી જળનિકાલ વ્યવસ્થાનો દાવો કર્યો છે તે બાજુએ રાખીએ તોય શહેરમાં કુદરતી રીતે જ વરસાદી પાણી વહીને આજી અને ન્યારી નદીમાં ચાલ્યું જાય તેવા રાજાશાહી વખતથી ૨૫ વોકળા છે. પણ મનપાના રીઢા અધિકારીઓએ ત્યાં બાંધકામો થવા દઈને વહેણ માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ નહીં કરતા આ સમસ્યા શહેરમાં કાયમી બન્યાનું સ્થળ તપાસ કરતા વારંવાર જણાય છે.

ગંભીર વાત એ હતી કે ટાગોરરોડ,મવડી રોડ, યુનિવર્સિટી રોડ, યાજ્ઞિાકરોડ, સહિતના મુખ્યમાર્ગો પર પણ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને બીજી તરફ તેની નજીક આવેલા વોકળાઓ ખાલી હતા! ઈજનેરોની આ ઘોર નિષ્ફળતાની ગવાહી આપતા દ્રશ્યો દર વરસાદ વખતે સર્જાતા હોવા છતાં થાબડભાણાં કરવાની વણલખી નીતિના કારણે આ વખતે પણ કોઈની સામે પગલા લેવાયા નથી.

ટુ વ્હીલરોએ તો નીકળવું મૂશ્કેલ બન્યું હતું, મોરબી રોડ, રીંગરોડ પર કાર પણ ફસાઈ ગઈ હતી તો પોપટપરા નાલામાં માણસ તણાવા લાગતા રેસ્ક્યુ કરાયું હતું.

રેસકોર્સ કે જ્યાં મેયરથી માંડીને પ્રધાનમંત્રી સહિતનાના પ્રવચનો, અનેક સંસ્થાઓના યોજાતા રહ્યા છે ત્યાં જળનિકાલની અવ્યવસ્થાના કારણે મેદાન તળાવ ફેરવાયું હતું. તો આર્ટગેલેરીમાં પાણી ઘુસી જતા ત્યાં ચિત્ર પ્રદર્શન યોજનારા મૂશ્કેલીમાં મુકાયા હતા.

સિવિલ હોસ્પિટલ પરિસરમાં પણ ઓ.પી.ડી. સહિતના વિભાગો પાસે પાણી ભરાઈ જતા દર્દીઓ અને તેમના પરિવારજનોએ હાલાકી ભોગવવી પડી હતી. મહિલા કોલેજ અન્ડરપાસ જેવો માર્ગ પણ બંધ કરવો પડયો હતો.

કમિશનરે અગાઉ પાણી ભરાતા હોય તેવા સ્થળોનો અભ્યાસ કરીને આવા સ્થળોને રેડ,યલો ઝોનમાં વહેંચીને પ્રશ્ન ઉકેલવા ઈજનેરોને જણાવ્યું હતું પરંતુ, આવી સૂચનાનો વધુ એક વાર કચરો કરી નંખાયો છે. સિટી ઈજનેર પાસે જ્યારે આ ઝોન ક્યા ક્યા તેની માહિતી માંગી તો તે પણ હાથવગી ન્હોતી.

આ અંગે લોકોનો રોષ વ્યક્ત થયા બાદ પહેલા જવાબદારો સામે પગલા લેવાને બદલે સ્થાયી સમિતિ ચેરમેને આશ્ચર્યજનક રીતે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજના લાખો રૂ।.ના એસ્ટીમેટ તૈયાર કરવા ઈજનેરોને જણાવ્યાની વિગતો બહાર આવી છે જ્યારે ખરેખર તો ચેરમેન અને કમિશનર,મેયર વગેરેએ પહેલા જ્યાં આવી ડ્રેનેજ બની છે ત્યાં પાણી કેમ ભરાયા તેનો અભ્યાસ કરવાની જરૂર છે. ગમે તે સમસ્યા સર્જાય એટલે લોકોના નાણાં જ ખર્ચવાના એકમાત્ર વિચારને બદલે પાણી નહીં ભરાવાની વોર્ડ,સિટી ઈજનેરોની જવાબદારી ફિક્સ કરવાની જરૂર હોવાનું લોકો માની રહ્યા છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments