રાજકોટ – મોરબી રોડ પર કોથળાના ઢગલામાંથી પુરૂષનો કોહવાયેલો મૃતદેહ મળ્યો, બે દિવસથી ગુમ હતા

0
9
કોથળાના ઢગલામાંથી મૃતદેહને બહાર કાઢી પોલીસે પીએમ માટે ખસેડ્યો
  • હત્યા છે કે અન્ય કોઇ કારણ તે પીએમ બાદ જ જાણવા મળશે: પોલીસ
કોથળાના ઢગલામાંથી મૃતદેહને બહાર કાઢી પોલીસે પીએમ માટે ખસેડ્યો

સીએન 24,ગુજરાત

રાજકોટરાજકોટ-મોરબી રોડ પર આવેલી બારદાનવાલા શેરીમાંથી કોથળાના ઢગલામાંથી કોહવાયેલી હાલતમાં પુરૂષનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકનું નામ ગોવિંદ ચાવડા હોવાનું બહાર આવ્યું છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. હાલ તો મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. પોલીસે જણાવ્યું હતું કે, પીએમ થયા પછી જ ખબર પડશે કે હત્યા થઇ છે કે અન્ય કોઇ કારણ જવાબદાર છે. આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોના નિવેદનો લેવામાં આવશે. ગોંવિંદભાઇ છેલ્લા ચાર દિવસથી ગુમ હતા તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. તેમજ આસપાસના સીસીટીવી પણ તૂટેલા જોવા મળતા હત્યાની શંકા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here