રાજકોટ : પોતાની જનેતાને મોતને ઘાટ ઉતારનાર હત્યારા પુત્રની ધરપકડ

0
0

રાજકોટમાં માતાને મોતને ઘાટ ઉતારનાર પુત્રની આખરે ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી લીધી છે. મળતી વિગત મુજબ, માતાએ કામ બાબતે પુત્રને ઠપકો આપતા માઠું લાગતા પુત્રએ લાકડાનો ધોકો ફટકારી દપોતાની જનેતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ તે નાસી છૂટ્યો હતો.

રાજકોટ પોલીસના જણાવ્યા પ્રમાણે રાજકોટ-જામનગર હાઇવે પર આવેલા ઘંટેશ્વર 25 વારિયા ક્વાર્ટર્સમાં રહેતા શેઠાણીબેન રાઠોડ નામના 55 વર્ષીય મારવાડી મહિલાને તેના જ પુત્ર સાથે કામ બાબતે બોલાચાલી થતાં પુત્ર પ્રકાશે માતાને ધોકો ફટકારી દેતા સારવાર દરમિયાન મોત થયું હતું. પોતાની માતાને મોતને ઘાટ ઉતારનાર પુત્ર પ્રકાશ ઘટનાસ્થળેથી નાસી જતાં પોલીસે જુદી જુદી ટીમો બનાવી આરોપી પુત્રની શોધખોળ શરૂ કરી હતી. ગાંધીગ્રામ પોલીસે 302 હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

ગાંધીગ્રામ પોલીસ દ્વારા હાલ તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે કે આરોપી પ્રકાશ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે નહીં? તે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે કે કેમ? પ્રકાશે માત્ર આવેશમાં આવીને તેની માતાને ગંભીર ઇજા પહોંચાડી હતી કે પછી તે ગુનાહિત માનસિકતા ધરાવે છે?

આરોપી પ્રકાશના ઘણા સમય પહેલા છૂટાછેડા થઇ ગયા હતા. હાલ આરોપી કંઇ પણ કમાતો ન હોવાથી માતા જોડે ઝઘડો થયો હતો. મૂળ રાજસ્થાનના વતની અને હાલ ઘંટેશ્વર નજીક રહેતા પુત્રની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here