રાજકોટ : હોળીમાં ચણા નાખવા બાબતે પતિએ કોસના ઘા મારી પત્નીની હત્યા કરી

0
1

રાજકોટની ભાગોળે ત્રંબા ગામમાં વાડી વાવતા છોટા ઉદેપુરના આદિવાસી શ્રમિકે હોળીની રાતે પ્રગટાવેલી હોળીમાં ચણા નાખવા મુદ્દે થયેલા ઝગડામાં લોખંડની કોસના ઘા ઝીંકીને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે ખેડૂતની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધી આરોપીને ધરપકડ કરી છે. માતાનું મોત અને પિતા જેલહવાલે થતા ત્રણ સંતાન નોંધારા બન્યા છે.

પત્નીની હત્યા કર્યા બાદ પતિ હતપ્રભ બનીને બાજુમાં જ ઉભો રહ્યો હતો
ત્રંબા ગામમાં રહેતા ધર્મેશભાઇ કરસનભાઇ ટીંબડીયાનું ખેતર ગઢકા રોડ પર આવેલું છે. આ ખેતર છેલ્લા એક વર્ષથી છોટા ઉદેપુરના કતવાલી ગામનો મનકર નાનજીભાઇ રાખડાને ભાગમાં વાવવા આપ્યું છે. મનકર તેની પત્ની ઇલમા અને ત્રણ સંતાન સાથે ખેતરમાં જ ઓરડી બનાવીને રહે છે. ધર્મેશભાઇના ખેતરની બાજુમાં જ ખેતર ધરાવતા હિતેષ મેરામભાઇ કુમારખાણીયાએ હોળીની રાતે સાડા અગીયાર વાગે ધર્મેશભાઇને ફોન કરીને તેમના ખેતરમાં રહેતો મજૂર મનકર અને તેની પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો ચાલે છે તેવી વાત કરી હતી. આથી ધર્મેશભાઇ તરત જ ગામના સરચંચ નીતિનભાઇ રૈયાણી સાથે ખેતરે પહોંચ્યા હતા. વાડીના રૂમમાં જઇને જોતા ખાટલા ઉપર શ્રમિકની પત્ની ઇમલા લોહીયાળ હાલતમાં ખાટલામાં બેભાન અવસ્થામાં પડી હતી અને બાજુમાં શ્રમિક હતપ્રભ બનીને ઉભો હતો.

ખેતરમાં જ નાની હોળી બનાવીને પ્રગટાવી હતી
ધર્મેશભાઇએ શું બનાવ બન્યો? તેમ પૂછતા શ્રમિક મનકરે જે વિગત કહી એ મુજબ, હોળીનો તહેવાર હોવાથી તેણે ખેતરમાં જ નાની હોળી બનાવીને પ્રગટાવી હતી, ધાર્મિક પરંપરા મુજબ, પ્રગટાવેલી હોળીમાં ચણા નાખવાના હોય છે. પરંતુ પોતે ચણા નાખતા ભૂલી ગયો હોવાથી હોળીમાં ચણા કેમ નથી નાખ્યા તેમ કહીને ઝગડો શરૂ કરતા ઉશ્કેરાટમાં બાજુમાં પડેલી લોખંડની કોસ ઉપાડીને પત્નીના માથામાં ફટકા મારી દીધા હતા. મજૂરની વાત સાંભળ્યા પછી સરપંચે પોલીસને જાણ કરી હતી તેમજ 108ને પણ બોલાવી લીધી હતી. જોકે 108માં હાજર તબીબે ઇલમાબેનને મૃત જાહેર કર્યા હતા.

લૂંટ કરનાર પાંચ શખ્સની ધરપકડ કરાઇ.
લૂંટ કરનાર પાંચ શખ્સની ધરપકડ કરાઇ.

મિકેનિકલ એન્જિનિયરને લૂંટનાર પાંચ શખ્સ ઝડપાયા
મોરબીની એ ટુ ઝેડ એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરતા અને કોઠારીયા ગામે રહેતા દિલીપભાઈ જગદીશભાઈ મોડાસીયા થોડા દિવસ પહેલા રાત્રે નવેક વાગ્યે નોકરીમાંથી ઘરે પરત ફરી રહ્યાં હતા. ત્યારે ચાલીને રેલવેના પાટા ઓળંગતી વખતે લૂંટારું ટોળકી આવી હતી અને છરીનો ઘા મારી લૂંટ ચલાવી ફરાર થઈ ગઈ હતી. ઈજાગ્રસ્ત યુવાનને તત્કાલ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે પાંચ શખ્સની ધરપકડ કરી છે.

ઝડપાયેલા પાંચ આરોપીઓ
પોલીસે પાંચ શખ્સની ધરપકડ કરી તેમાં કિશન હસમુખભાઇ અગેસાણીયા, ધર્મેશ પરષોત્તમભાઇ સોલંકી, સુનિલ ભાવેશભાઇ શિયાળ, રાહુલ સુનિલભાઇ સોલંકી અને કુલદીપ સુનિલભાઇ સોલંકીનો સમાવેશ થાય છે. આ પાંચેય શખ્સ રિક્ષા ડ્રાઇવર કે પેસેન્જરનો સ્વાંગ રચી કોઇ અવાવરૂ જગ્યાએ ઉભા રહી ત્યાંથી અવર-જવર કરતા એકલા રાહદારીઓને ટાર્ગેટ બનાવી તેમને રોકીને તિક્ષ્ણ હથિયાર બતાવી તેની પાસે રહેલી રોકડ, મોબાઇલ ફોન વગેરે કિંમતી ચીજવસ્તુઓ કાઢી લઇ લૂંટી ત્યાંથી નાસી ગુનો કરવાની ટેવ ધરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here