Wednesday, September 29, 2021
Homeરાજકોટ : નેગેટિવ રિપોર્ટનો કૌભાંડ આવ્યો સામે
Array

રાજકોટ : નેગેટિવ રિપોર્ટનો કૌભાંડ આવ્યો સામે

રાજકોટ સહિતના જિલ્લાઓમાં ખોટા નામ નાખીને નેગેટિવ આરટીપીસીઆર રિપોર્ટ મેળવાતા હોવાના કૌભાંડનો દિવ્ય ભાસ્કરે ઘટસ્ફોટ કર્યો હતો. આ કૌભાંડને છુપાવવા નકલી નિવેદન પણ બનાવાયા હતા જેનો પણ પર્દાફાશ થયો છે.

પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

આરોગ્ય કર્મીઓ સંડોવાયેલા છે

આ ખોટા નિવેદન લેવા મામલે જે આરોગ્ય કર્મીને દોષિત ઠેરવ્યા છે તેઓ દિવ્ય ભાસ્કર પાસે આવીને પુરાવા સાથે હકીકત રજૂ કરી હતી કે ખોટા સેમ્પલ લેવા માટે જિલ્લા રોગનિયંત્રણ અધિકારી(EMO) ડો. નિલેશ રાઠોડે સૂચના આપી હતી. જ્યારે ભાંડો ફૂટ્યો તો બચવા માટે તાલુકા આરોગ્ય અધિકારી ડો.ધવલ ગોસાઈ અને અર્બન હેલ્થ ઓફિસર ડો.અફઝલ ખોખરે નકલી નિવેદન તૈયાર કર્યા અને તેના પર આરોગ્ય કર્મચારીઓની સહી કરી સંડોવણી આરોગ્યકર્મીઓની સાબિત કરી હતી.

ગાંધીનગરથી સૂચના આપવામાં આવી

આ સમગ્ર હકીકત સામે મૂકતા ગાંધીનગરના આરોગ્ય વિભાગમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આરોગ્ય વિભાગે ત્રણેય તબીબ સામે તપાસ શરૂ કરવા અને શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તેનો તપાસ અહેવાલ માગ્યો છે આ ઉપરાંત ત્રણેયની તાત્કાલિક બદલી કરવા સૂચના અપાઈ છે. ડો.ગોસાઈ અને ડો. ખોખરની બદલી માટે ડીડીઓ નિર્ણય લેશે જ્યારે ડો.રાઠોડ જિલ્લાના અધિકારી હોવાથી ગાંધીનગરથી સૂચના આવશે.

જિલ્લા કલેક્ટરની સૂચના હોવા છતાં પોલીસ ફરિયાદમાં અડચણ લાવવામાં આવતી હતી. જો પોલીસ ફરિયાદ થાય તો માત્ર આરોગ્યકર્મીઓ જ નહિ પણ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા ડો. રાઠોડ, ડો.સી.કે. રામ, ડો. ધવલ ગોસાઈ, ડો. અફઝલ ખોખર સહિતના તબીબોની સીધી જવાબદારી સામે આવે જે આ અધિકારીઓ કરવા ઈચ્છતા નથી.

અધિકારીઓ પોલીસ ફરિયાદ કરવા જ નથી ગયા

પોલીસ ફરિયાદની વારંવાર સૂચના હોવા છતાં ફરિયાદ દાખલ ન થતા આરોગ્ય અધિકારીએ કારણ પૂછ્યું હતું જેના જવાબમાં એવું મળ્યું કે પોલીસે અરજી જ લીધી છે અને પુરાવા માટે વારંવાર ધક્કા ખવડાવે છે. જોકે હકીકત અલગ જ છે છેલ્લા ઘણા દિવસથી અધિકારીઓ પોલીસ સ્ટેશને આવ્યા જ નથી અને આવે તો ફરિયાદ લેવામાં કોઇ વાંધો નથી તેવું જસદણ પોલીસે ભાસ્કરને જણાવ્યું હતું.

‘જેનો આત્મા જીવતો હોય તે આ નોકરી છોડે’

જસદણમાં ડો. નિલેશ રાઠોડે બેઠક કરીને ખોટા સેમ્પલ લેવા સૂચના આપી હતી તેવી જ રીતે બીજા તાલુકાઓમાં પણ સૂચના અપાઈ હતી. એક મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે, એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો હતો કે, લોકો સેમ્પલ માટે તૈયાર થતા નથી. તો ડો. રાઠોડે કહ્યું કે, ‘મારે સેમ્પલમાં ફક્ત નામ અને મોબાઈલ નંબર જોઇએ, નામ તમારી રીતે નાખી નંબર તમારા નાખી દો. ટાર્ગેટ પૂરા કરવાના છે. જેનો આત્મા જીવતો હોય તો તે આ નોકરી છોડી દે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments