રાજકોટ : કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને નીલસિટી રિસોર્ટના માલિક ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સામે ફરિયાદ..!!

0
0

રાજકોટમા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સામે ફરિયાદ નોંધાવામાં આવી છે. જાહેરનામા ભંગ મુજબ પોલીસે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી છે. જણાવી દઈએ રાજકોટ ખાતે આવેલા નીલસિટી રિસોર્ટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ માલિક છે. જ્યાં સૌરાષ્ટ્ર-કચ્છના કોંગ્રેસના ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે. પરંતુ લોકડાઉનને લઇને સરકારની ગાઇડલાઇન મુજબ રિસોર્ટ, હોટેલ ખોલી શકવાની મંજૂરી હજી સુધી મળી નથી. આથી રાજકોટની યુનિવર્સિટી પોલીસે નીલસિટી રિસોર્ટના માલિક, મેનેજર વિરૂદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે.

  • રાજકોટમાં નીલસિટી રિસોર્ટના માલિક-મેનેજર સામે ફરિયાદ
  • કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સામે ફરિયાદ
  • રિસોર્ટને ખોલવાની મંજૂરી ન હોવા છતાં રિસોર્ટ ખોલતા કલમ 188 અને 135 મુજબ ગુનો નોંધાયો

આગામી 19 તારીખે રાજ્યસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને કોંગ્રેસના ધારાસભ્યો તૂટે નહીં અને રણનીતિના ભાગ રૂપે ત્રણ ઝોનમાં તેમણે વેચવામાં આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યોને કોંગ્રેસ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુના રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. ત્યારે હવે આ રિસોર્ટના માલિક અને મેનેજર સમર્થ મહેતા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ કલમ 188 અને કલમ 135 હેઠળ નોંધવામાં આવી છે. દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસની કમાણ સંભાળી છે. કારણ કે અર્જુન મોઢવાડીયા અને પરેશ ધાનાણીને સૌરાષ્ટ્રની જવાબદારી સોંપવામાં આવી હતી.

ત્યારે આ મામલે નીલસિટી રિસોર્ટના માલિક – પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ મીડિયાને સંબોધતા ભાજપને આડેહાથ લીધી હતી. તેમણે સીએમ રૂપાણી સહિત અમિત શાહ તેમજ પીએમ મોદી પર નિશાન તાક્યુ હતું.

નીલ સિટી રિસોર્ટમાં કોંગ્રેસના 22 ધારાસભ્યોને રાખવામાં આવ્યા

રાજકોટના નીલ સિટી રિસોર્ટમાં કોંગ્રેસના 22 ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના ધોરાજીના લલિત વસોયા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, લાઠીના વિરજી ઠુંમર, સાવરકુંડલાના પ્રતાપ દુધાત, રાજુલાના અંબરીશ ડેર, ખંભાળિયાના વિક્રમ માડમ, વાંકાનેરના પીરજાદા, ટંકારાના લલિત કગથરા, જામજોધપુરના ચિરાગ કાલરીયા, કાલાવડના પ્રવીણ મુછડીયા, વિસાવદરના હર્ષદ રિબડીયા, માંગરોળના બાબુભાઇ વાજા, ચોટીલાના ઋત્વિજ મકવાણા, ઉનાના પુંજા વંશ, સોમનાથના વિમલ ચુડાસામા, તાલાલાના ભગવાનભાઈ બારડ, કોડીનારના મોહનભાઇ વાળા, પાટડી દસડાના નૌશાદ સોલંકી, સહિત સૌરાષ્ટ્ર-કચ્છના 22 કોંગ્રેસના ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here