રાજકોટ : ઉત્તરાયણના દિવસે એક્ટિવા પર બાસુંદી લેવા નીકળતા દોરીથી ગળુ કપાતા મોત

0
0

રાજકોટમાં ઉત્તરાયણનો તહેવાર લોહીયાળ બન્યો હોય તેમ ગળુ કપાતા એક યુવાનનું મોત અને 32 લોકોને નાની-મોટી ઇજા પહોંચી હતી. મુંબઈ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો ઉત્સવ ચેતનભાઇ વ્યાસ (ઉં.વ.21) લોકડાઉનમાં રાજકોટ આવતો રહ્યો હતો. ગઇકાલે ઉત્તરાયણનો તહેવાર હોય પરિવારજનોએ બાસુંદી ખાવાનું નક્કી કર્યુ હતું. આથી ઉત્સવ એક્ટિવા પર બાંસુદી લેવા નીકળ્યો હતો. ત્યારે રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે પતંગની દોરીએ તેનું ગળુ કાપી નાખ્યું હતું. ઉત્સવનું ગળુ કપાતા રસ્તા પર જ લોહીનું ખાબોચીયું ભરાઇ ગયું હતું અને તેનું મોત નીપજ્યું હતું.

ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.

ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.

તીક્ષ્ણ હથિયારનો ઘા થયો હોય તેમ દોરીથી ગળામાં કાપો પડી ગયો હતો

શહેરના ગાંધીગ્રામ નાણાવટી ચોક સ્‍ટર્લિંગ હોસ્‍પિટલ પાછળ નંદનવાટીકા એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં. સી-301માં રહેતો ઉત્‍સવ ગઇકાલે બપોરે એકાદ વાગ્‍યે ઘરેથી એક્‍ટિવા લઇ 150 ફુટ રિંગ રોડ પરથી પસાર થઇ રહ્યો હતો. ત્‍યારે રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે પહોંચતા તેના ગળામાં પતંગનો દોરો આવી જતાં ગળા પર જાણે કોઇ તીક્ષ્ણ હથિયારનો ઘા થયો હોય એવો કાપો પડી ગયો હતો.ઉત્સવ રોડ પર ફેંકાઇ ગયો હતો અને લોહીનું ખાબોચીયું ભરાય ગયું હતું.

ઉત્‍સવ બે ભાઇમાં મોટો હતો અને અને મુંબઇમાં અભ્યાસ કરતો

​​​​​​​ઘટનાને પગલે એકઠા થઇ ગયેલા લોકોએ તાકીદે ઉત્સવની મદદ કરી હતી અને તેને સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. ડોક્ટરે ઉત્‍સવને મૃત જાહેર કરતાં હોસ્‍પિટલમાંથી રમેશભાઇ ચૌહાણે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં સ્‍ટાફ હોસ્‍પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી અને મૃતદેહને પોસ્‍ટ મોર્ટમ માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. મૃત્‍યુ પામનાર ઉત્‍સવના પિતા પ્રાઇવેટ નોકરી કરે છે. ઉત્‍સવ બે ભાઇમાં મોટો હતો અને અને મુંબઇ રહી ડિપ્‍લોમા એન્‍જિનિયરિંગનો અભ્‍યાસ કરતો હતો. પરંતુ લોકડાઉનને કારણે તે જુન મહિનામાં રાજકોટ ઘરે આવી ગયો હતો અને ઓનલાઇન અભ્‍યાસ કરતો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here