રાજકોટ : પાલતું શ્વાનના સાતમાં જન્મદિવસ નિમિતે કમોતે મરી ગયેલા પ્રાણી માટે શાંતિ હવન કર્યો

0
2

રાજકોટ મહાનગરપાલિકામાં સ્નાનાગાર શાખામાં મહિલા સ્વિમિંગ કોચ તરીકે ફરજ બજાવતા જીવદયાપ્રેમી અવનીબેન સાવલિયા દ્વારા તેમના પાલતું શ્વાનના સાતમાં જન્મદિવસ નિમિતે કમોતે મરી ગયેલા અબોલ પ્રાણીઓની સદગતિ માટે શાંતિ હવન કરવામાં આવ્યો હતો.

શ્રીમદ ભગવદ્ ગીતાનું પણ વિતરણ કરવામાં આવ્યું
રાજકોટના તંતીપાર્કમાં રહેતા અવનીબેન પ્રાણીઓ પ્રત્યે અનેરો પ્રેમ ધરાવે છે, તેથી પોતાના પાલતું શ્વાનના જન્મદિવસ નિમિતે શાંતિ હવનની સાથે ઉનાળાની કાળઝાળ ગરમીમાં સૌ કોઈ પોતાના ઘરની અગાસી પર પાણીના કુંડા મુકતા થાય તે માટે વિનામૂલ્યે પક્ષીઓના પીવાના પાણીના કુંડાનું વિતરણ અને પક્ષીઓના માળાનું વિતરણ તેમજ શ્રીમદ ભગવદ્ ગીતાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સમાજને નવો રાહ ચીંધ્યો
આજે પાલતુ શ્વાનના સાતમાં જન્મદિવસ નિમિતે પાલતું પ્રાણીઓના કલ્યાણ માટે શાંતિ હવન કર્યો છે. આમ નાની વયે ઉમદા વિચારો ધરાવતી દીકરી અવનીએ અબોલ જીવના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી સમાજને નવો રાહ ચીંધ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here