રાજકોટ : સિવિલ હોસ્પિટલમાં વધુ એક વખત ઓક્સિજનની પાઇપ લાઈન તૂટી

0
0

રાજકોટમાં કોરોનાના દર્દીઓની સંખ્યા એટલી સ્પીડે વધી રહી છે કે તંત્ર દર્દીઓને બેડ ફાળવવામાં હાંફી રહી છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. સિવિલમાં વધુ એક વખત ઓક્સિજનની પાઇપ લાઈન તૂટી છે. ત્યારે આ લાઈનને રીપેર કરાવને બદલે તંત્ર દ્વારા કાપડના એક કટકાથી થૂંકના સાંધા કરવામાં આવ્યા છે. હવે તો રાજકોટ સિવિલમાં દાખલ દર્દીઓના જીવ કપડાના કટકાના સહારે અટકી પડ્યા છે.

હોસ્પિટલના ડ્રાઇવર અને દર્દીઓમાં બૂમરાણ મચી ગઇ હતી
સિવિલના કોવિડ સેન્ટરમાં તમામ બેડ ફુલ થઇ જતાં દર્દીઓને સિવિલના અન્ય વિભાગમાં દાખલ કરવામાં આવી રહ્યાં છે, ગંભીર દર્દીને કોવિડની મુખ્ય બિલ્ડીંગમાં તો અન્યને વોર્ડમાં શિફ્ટ કરવામાં આવી રહ્યાં છે, આજે 20થી વધુ અને ગત રવિવારે બપોરે 12 વાગ્યે ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં એક સાથે 40 એમ્બ્યુલન્સની લાઇન લાગી હતી. એમ્બ્યુલન્સને મેદાનથી હોસ્પિટલમાં જતી અટકાવવા માટે બેરિકેડ રાખી દેવામાં આવી હતી અને બે કે ત્રણ કલાકે એમ્બ્યુલન્સને હોસ્પિટલમાં પ્રવેશ મળતો હતો. જેને કારણે હોસ્પિટલના ડ્રાઇવર અને દર્દીઓમાં બૂમરાણ મચી ગઇ હતી.

દર્દીઓના જીવ કપડાના કટકાના સહારે અટકી પડ્યા
દર્દીઓના જીવ કપડાના કટકાના સહારે અટકી પડ્યા

પહેલા પણ સિવિલમાં 108ના થપ્પા લાગી ગયા હતા
રાજકોટમાં પહેલા પણ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે 108 એમ્બ્યુલન્સના થપ્પા લાગી ગયા હતા. 50થી વધુ 108 એમ્બ્યુલન્સ સાથેની લાઇન જોવા મળી હતી. રાજકોટમાં કોરોનાની સ્થિતિ વકરી રહી છે ત્યારે બીજી તરફ હોસ્પિટલમાં સુવિધાના અભાવે દર્દીઓને દાખલ કરી શકાતા નથી. મોટી મોટી વાતો કરીને રાજકીય નેતાઓ જતા રહે છે પણ સુવિધાના નામે મીંડુ જોવા મળી રહ્યું છે.

લાઈનને રીપેર કરાવને બદલે તંત્ર દ્વારા થૂંકના સાંધા
લાઈનને રીપેર કરાવને બદલે તંત્ર દ્વારા થૂંકના સાંધા

બે કલાક સુધી સારવારમાં ન લઇ જવાતા દર્દીએ એમ્બ્યુલન્સમાં જ દમ તોડ્યો
રાજકોટમાં કોરોનાની સ્થિતિ એ હદે વણસી ગઇ છે કે એક પણ હોસ્પિટલમાં બેડ ખાલી નથી. બેડ ન મળવાને કારણે દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન ચડાવી સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે ગત શનિવારે માનવતાને લજવતી એક કરૂણ ઘટના બની ગઇ હતી. વૃદ્ધ દર્દીને કોવિડ કેર સેન્ટરમાં બે કલાક સુધી સારવાર માટે લઇ જવામાં આવ્યા ન હોવાથી એમ્બ્યુલન્સમાં જ દમ તોડી દીધો હતો. એમ્બ્યુલન્સના ડ્રાઇવરે વૃદ્ધ દર્દીને બચાવવા માટે છાતી પર પમ્પીંગ પણ કર્યુ હતું. છતાં તેઓ બચી શક્યા નહોતા. આ આખી ઘટનાનો વીડિયો વાઇરલ થયો હતો.

દર્દીઓ એમ્બ્યુલન્સમાં જ દમ તોડી રહ્યાં છે.
દર્દીઓ એમ્બ્યુલન્સમાં જ દમ તોડી રહ્યાં છે.

એમ્બ્યુલન્સમાંથી દર્દીને શિફ્ટ કરવા હવે 8ના બદલે 30 મિનિટ જેટલો સમય લાગે છે
એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સાથે આવતા દર્દીને એમ્બ્યુલન્સથી સ્ટ્રેચરમાં લેવાનો અને તેને વોર્ડ સુધી શિફ્ટ કરવાનો સમય 7થી 8 મિનીટ નક્કી કરવામાં આવ્યો હતો અને તે મુજબ થોડા દિવસ ચાલ્યુ પણ હતું, પરંતુ કોરોનાના દર્દીની સંખ્યા વધતાં તમામ આયોજન ટૂંકા પડી ગયા છે. હોસ્પિટલના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, બપોરે અને રાત્રિના સમયે દર્દીઓની આવવાની સંખ્યા સતત વધી રહી છે અને આ ફ્લો વધતાં દર્દીના શિફ્ટીંગનો આદર્શ સમય સચવાતો નથી અને આ સમય 30 મિનીટ જેટલો થતાં એમ્બ્યુલન્સ વહેલી તકે ફ્રી થઇ શકતી નથી. જેના કારણે 108 અન્ય દર્દીને લેવા જઇ શકતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here