Wednesday, September 22, 2021
Homeરાજકોટ : શાંતિ કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની સમસ્યા, સાંજ સુધીમાં જથ્થો નહીં મળે...
Array

રાજકોટ : શાંતિ કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની સમસ્યા, સાંજ સુધીમાં જથ્થો નહીં મળે તો મુશ્કેલી

રાજકોટમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની રહી છે. બીજી લહેરમાં 40 ટકા દર્દીઓમાં ઓક્સિજનનું લેવલ નીચુ જઇ રહ્યું છે. રાજકોટમાં ઓક્સિજનના બાટલાની અછત જોવા મળી રહી છે. ત્યારે શહેરની શાંતિ કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની સમસ્યા સર્જાતા દર્દીઓના સગાઓ ચિંતામાં મૂકાયા છે. જો સાંજ સુધીમાં ઓક્સિજનનો જથ્થો નહીં મળે તો દર્દીઓ મુશ્કેલીમાં મૂકાઇ શકે છે તેવું સગાઓએ જણાવ્યું હતું. ઓક્સિજનની અછતને કારણે દર્દીના સગાઓમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરભીમાંથી શાંતિ હોસ્પિટલને જથ્થો પુરો પાડવામાં આવી રહ્યો છે
રાજકોટમાં ઓક્સિજનની અછત યથાવત જોવા મળી રહી છે. શાંતિ કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત જોવા મળી છે. સુરભી હોસ્પિટલ પાસેથી ઓક્સિજનનો જથ્થો મેળવી દર્દીઓને પુરો પાડવામાં આવી રહ્યો છે. કલેકટર તંત્રને 2 કલાક પહેલા જાણ કરી હોવા છતાં ઓક્સિજનનો જથ્થો મળ્યો નથી. હોસ્પિટલ પાસે અંદાજીત અડધો કલાક ચાલે તેટલો જથ્થો છે. દર્દીના સગાવહાલા ઓક્સિજન નહી મળે તો દર્દીઓ મુશ્કેલીમાં મૂકાય શકે છે.

સુરભી હોસ્પિટલમાંથી ઓક્સિજન મેળવવામાં આવી રહ્યો છે.
સુરભી હોસ્પિટલમાંથી ઓક્સિજન મેળવવામાં આવી રહ્યો છે.

સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો મળતો નથી-હેમાંગ વસાવડા
પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ડો.હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો મળતો નથી. છેલ્લા 3થી 4 દિવસથી ઓક્સિજનનો જથ્થો મળતો નથી. જિલ્લા કલેક્ટરે પણ કહ્યું હતું કે ઓક્સિજન ઓછો મળે છે. સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો નહીં મળે તો ખાનગી હોસ્પિટલ બંધ કરવી પડશે. હાલમાં ઉપલબ્ધ છે તેટલો જ જથ્થો ખાનગી હોસ્પિટલો ચાલે છે. વધુ જથ્થો આપવામાં આવતો નથી. ખાનગી હોસ્પિટલ માટે સરકાર વ્યવસ્થા કરે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments