Tuesday, September 21, 2021
Homeરાજકોટ : અંતિમસંસ્કાર કર્યા બાદ લોકો પોતાના સ્વજનના અસ્થિ લેવા નથી જતા
Array

રાજકોટ : અંતિમસંસ્કાર કર્યા બાદ લોકો પોતાના સ્વજનના અસ્થિ લેવા નથી જતા

રાજકોટ શહેરમાં સતત વધતા કોરોના સંક્રમણ અને મૃત્યુઆંક ચિંતાનો વિષય બની ગયો છે. કોરોનાથી થતા મૃત્યુ બાદ સ્મશાનમાં મૃતકના અસ્થિ રાખવામાં આવે છે. જોકે કેટલાક પરિવારજનો ડરના કારણે અસ્થિ લેવા પણ આવતા ન હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે. આ સાથે છેલ્લા 3 મહિનામાં એક માત્ર રામનાથપરા સ્મશાન ગૃહમાં 1000 જેટલા અસ્થિ એકઠા થઇ ગયા હોવાનું સ્મશાનગૃહના સંચાલકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

3 મહિનામાં 1 હજાર અસ્થિ એકઠા થયા
રાજકોટ રામનાથપરા સ્મશાન ગૃહના સંચાલક શ્યામભાઇ પાનખાણીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 1 વર્ષથી હાલ કોરોનાનું સંક્રમણ વધી ગયું છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે. કોરોનાથી થતા મૃત્યુ બાદ મૃતકના સ્વજનો ડરના કારણે અસ્થિ લેવા ન આવતા હોવાની માહિતી સામે આવી રહી છે. એક માત્ર રામનાથપરા સ્મશાન ગૃહમાં પાછલા વર્ષ 2020માં લગભગ 4000 જેટલા અસ્થિનું વિસર્જન સ્મશાન ગૃહ દ્વારા હરિદ્વાર ખાતે કરવામાં આવ્યું હતું. જ્યારે ચાલુ વર્ષે છેલ્લા 3 મહિનામાં 1000 જેટલા અસ્થિ એકઠા થઇ ગયા છે. જે ગંભીર બાબત સમજી શકાય છે.

સ્મશાનમાં જતા લોકો ડરી રહ્યાં છે
ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષ કરતા કોરોનાની બીજી લહેર ગંભીર હોવાનું સ્મશાનમાં અસ્થિના આંકડા પરથી સાબિત થઇ શકે છે. લોકો પોતાના સ્વજનોના અંતિમસંસ્કાર કરી આવે છે પરંતુ કોરોનાના ડરને કારણે અસ્થિ લેવા જતા નથી. આથી ના છૂટકે સ્મશાનગૃહના સંચાલકો દ્વારા આવા અસ્થિને પોતાની રીતે હરિદ્વાર વિસર્જન કરવા જવું પડે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 150 દર્દીને સમાવી શકાય તેવું પ્રથમ તબક્કાનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવા જઇ રહ્યું છે. અહીં હળવા લક્ષણો ધરાવતા જે દર્દીઓ કે જેમને ઓક્સિજનની જરૂર નથી તેવા દર્દીઓને માત્ર ડોક્ટરની ભલામણને આધારે ભરતી કરાશે. સિવિલ હોસ્પિટલની જેમ જ સંપૂર્ણ ફ્રીમાં દવા, જમવાનું સાથે મેડિકલ સ્ટાફની ટેમ્પરરી નિમણુંક કરીને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવશે.

મહિલા ભિક્ષુક કેન્દ્ર જ્યાં એક પણ પોઝિટિવ કેસ આવ્યો નથી
દેશભરમાં સાર્વત્રિક કોરોનાનો કહેર મચી ગયો છે, ત્યારે ભારતનું એક માત્ર મહિલા ભિક્ષુક કેન્દ્ર જે રાજકોટમાં ઊભું કરવામાં આવ્યું છે, તેમાં આજદિન સુધી એક પણ ભિક્ષુક મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો નથી, આ માટે સંચાલક સાથે વાતચીત કરતા એ વાત સામે આવી હતી કે, તેઓની દર 4 દિવસે તપાસ કરવામાં આવે છે, સાથોસાથ તેમની બેઠક વ્યવસ્થા, તેમના માટે સુવાની વ્યવસ્થા અને તેઓ માટે જમવાની વ્યવસ્થા પણ અલગ રીતે ગોઠવવામાં આવી છે.

રામનાથપરા સ્મશાનમાં અંતિમવિધિ માટે પણ વેઇટિંગ છે.
રામનાથપરા સ્મશાનમાં અંતિમવિધિ માટે પણ વેઇટિંગ છે.

વહીવટી તંત્રએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. આ નંબર પરથી લોકોને 24 કલાક હોસ્પિટલમાં ખાલી બેડની માહિતી મળી શકશે. તેમજ રેમડેસિવિર ઇજેક્શનની વ્યવસ્થા કરી આપવામાં આવશે. આ નંબર નીચે આપ્યા છે.

1.94998 04038
2.94998 06486
3.94998 01338
4.94998 06828
5.94998 01383

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments