Thursday, August 5, 2021
No menu items!
Homeઉતરાણ પર્વને લઇ રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું, સોશિયલ ડિસ્ટન્સિંગ નહિ રાખો તો...
Array

ઉતરાણ પર્વને લઇ રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું, સોશિયલ ડિસ્ટન્સિંગ નહિ રાખો તો દંડાશો

કોરોના કાળમાં તહેવારો ઉજવવા દુષ્કર બની ગયા છે. દિવાળીમાં મળેલી છૂટછાટ બાદ કોરોના કેસોનો રાફડો ફાટ્યો હતો. દિવાળીમાં ઠેરઠેર જોવા મળેલી ભીડ બાદ કોરોનાએ ફરી એકવાર ગુજરાતમાં માથુ ઉંચક્યું છે. ત્યારે હવે સરકાર અને પોલીસ આ મામલે કોઈ ઢીલ રાખવા માંગતી નથી. ત્યારે હવે ઉત્તરાયણના તહેવાર પર સૌની નજર છે. ત્યારે ઉત્તરાયણના તહેવાર અંગે રાજકોટ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

રાજકોટ પોલીસ દ્વારા મહિના અગાઉ જ ઉતરાયણના તહેવારને લઈને જાહેરનામુ બહાર પાડી દીધું છે. જે મુજબ, પતંગ ચગાવતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી રાખવાની ખાસ સૂચના અપાઈ છે. રાજકોટ પોલીસ કમિશનરના કહેવા અનુસાર, સોશિયલ ડિસ્ટન્સિંગ નહિ રાખો તો દંડાશો. ચાઈનીઝ દોરા, તુક્કલ વેચનાર-ખરીદનાર સામે કાર્યવાહી થશે. 18 ડિસેમ્બરથી તા.16 જાન્યુઆરી સુધી આ જાહેરનામું લાગુ પડશે.

જાહેરનામા મુજબ, ખૂબ જ મોટા અવાજ સાથે લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં. લોકોની લાગણી દુભાય તેવા લખાણ વાળી પતંગ ઉડાવી શકાશે નહીં. હાથમાં મોટા ઝંડાઓ અને વાંસના બાંબુ લઇ કપાયેલી પતંગ લૂંટવા દોડાદોડી કરી શકાશે નહીં. જાહેરમાર્ગો પર ઘાસચારાનું વેચાણ કરી શકાશે નહીં તેમજ જાહેર રસ્તા પર પશુઓને ઘાસચારો નાખવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે.

ચાઇનીઝ દોરાને કારણે શરીર પર તીક્ષ્ણ કાપાઓ પડતાં હોવાથી ચાઇનીઝ દોરાના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ચાઇનીઝ તુક્કલ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે અને ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments