દિવાળીમાં મહિલાઓની સુરક્ષા માટે રાજકોટ પોલીસની પહેલ : બજારમાં મહિલાઓની છેડતીને રોકવા સિવિલ ડ્રેસમાં ફરી રહી છે મહિલા પોલીસ.

0
10

દિવાળીના તહેવારને આડે થોડા દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે કોરોના મહામારીમાં લોકો દિવાળીના તહેવાર ઉજવવા ખરીદી માટે બજારમાં નીકળી પડ્યા છે. રંગીલા રાજકોટના લોકો કોઈ પણ તહેવાર હોય પુરા ઉમંગ સાથે ઉજવે છે. રાજકોટમાં એક તરફ કોરોનાનો કરંટ છે તો બીજી તરફ દિવાળીની ખરીદીનો પણ કરંટ જોવા મળી રહ્યો છે. શહેરના ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી, પરાબજાર, દાણાપીઠ સાંગણવા ચોક સહિતની બજારોમાં દિવાળીની ખરીદી કરવા માટે લોકોનો મેળાવડો જામે છે. ત્યારે આવારા તત્વો મહિલાઓની છેડતી ન કરે તે માટે રાજકોટ પોલીસ પણ સ્ટેન્ડ બાય રહે છે. રાજકોટની બજારોમાં મહિલાઓની છેડતીને રોકવા પોલીસ છૂપી રીતે બંદોબસ્તમાં ગોઠવાઈ જાય છે.

પોલીસે બજારમાં કોરોનાની ગાઈડલાઈનના પાલન માટેના પોસ્ટર લગાવ્યા છે
(પોલીસે બજારમાં કોરોનાની ગાઈડલાઈનના પાલન માટેના પોસ્ટર લગાવ્યા છે)

 

રાજકોટ પોલીસે મહિલાની છેડતી મામલે દરેક દુકાનમાં પોસ્ટર લગાવ્યા

પોલીસે રાજકોટની બજારોમાં દરેક દુકાનો પર મહિલાની છેડતી અને કોરોનાની ગાઈડ લાઈનના પાલન માટેના પોસ્ટર લગાવ્યા છે. પોલીસે લગાવેલા પોસ્ટરમાં નિયમો લખવામાં આવ્યા છે. જેનું દુકાનદારોએ ચૂસ્ત પણે પાલન કરવાનું રહેશે. તેમજ દિવસ-રાત પોલીસનો બંદોબસ્ત બજારોમાં ગોઠવવામાં આવ્યો છે. કોઈ અઈચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજકોટમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે ત્યારે દિવાળીની ખરીદી કરવા આવતા લોકોનો મેળાવડો જામે છે. ત્યારે આનાથી કોરોના સંક્રમણ વધે તો જવાબદારી કોની તેવો સવાલ પણ લોકોમાં ઉઠયો છે.

આવારાતત્વો મહિલાઓની છેડતી ન કરે તે માટે રાજકોટ પોલીસ પણ સ્ટેન્ડબાય રહે છે
(આવારાતત્વો મહિલાઓની છેડતી ન કરે તે માટે રાજકોટ પોલીસ પણ સ્ટેન્ડબાય રહે છે)

 

શંકાસ્પદ વ્યક્તિ જણાય તો પોલીસને જાણ કરવા સુચના : ACP

આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ACPએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારોમાં ગુનાખોરીને રોકવા રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે. આ માટે અમે સઘન પેટ્રોલિંગ બજારમાં કરી રહ્યા છીએ. તેમજ અલગ અલગ માર્ગદર્શિકા અને જાહેર સુચનાઓ બહાર પાડવામાં આવી છે. આ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવે તો 100 ટકા ગુનાખોરી અટકશે. પોલીસ દ્વારા પત્રિકા તૈયાર કરવામાં આવી છે તે જ્વેલર્સ, શોપિંગ મોલ, નાની-મોટી દુકાનોમાં લગવવામાં આવી છે. પત્રિકા દ્વારા લોકોને સંદેશ પાઠવ્યો છે કે, તમને કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય કે હિલચાલ દેખાય, નંબર પ્લેટ વગરની ગાડી દેખાય તો પોલીસને જાણ કરવાની તકેદારીના સૂચનો કરવામાં આવ્યા છે. હાલ વાહન ચેકિંગ અને શંકાસ્પદ વ્યક્તિની તપાસ કરવામાં આવે છે. અમારી દુર્ગા શક્તિની ટીમ અને અન્ય પોલીસ સ્ટેશનમાંથી પણ એક ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ ખાનગી અને ડ્રેસકોડમાં અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here