રાજકોટ : ફેસબૂક પર લોનની જાહેરાત મૂકી છેતરપિંડી કરતા સુરતના ત્રણ હીરાઘસુને રાજકોટ પોલીસે ઝડપી લીધા

0
0

રાજકોટના બજાજ કંપનીના EMI કાર્ડધારકો પૈકીના 5 ગ્રાહકોએ રાજકોટ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી કે, ફેસબૂક પર પર્સનલ લોનની જાહેરાત મૂકી આવા કાર્ડધારકોનો સંપર્ક કરી ભોળવી તેના કાર્ડ નંબર તથા ઓટીપી મેળવી લઈ છેરતપિંડી કરવામાં આવી રહી હતી. રાજકોટ સાયબર ક્રાઇમે સુરતના ત્રણ હીરાઘસુને આ છેતરપિંડીના કાવત્રામાં ઝડપી લેવાયા છે. લોકડાઉનમાં હીરા ઘસવાનું બંધ થતા આ રીતે છેતરપિંડી કરતા હોવાનું ત્રણયે રટણ કર્યું હતું.

પોલીસે ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી

રાજકોટ સાયબર ક્રાઈમે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે તેમાં સુરત રહેતા મહેશ વલ્લભભાઈ આસોદરીયા, બાબા હજાભાઈ ચૌધરી અને દિપક ગોકુલભાઈ ડોબરીયાનો સમાવેશ થાય છે. આ ત્રણેયએ ફેસબૂક પર બજાજ EMIના કાર્ડ પર લોન આપવાની લોભામણી જાહેરાતો મૂકી હતી. બજાજ EMIના ગ્રાહકોનો ફોન કે બીજી કોઈ રીતે સંપર્ક કરી EMI કાર્ડનો નંબર અને ઓટોપી નંબર મેળવી ગ્રાહકોના નામે બજાજ પર્સનલ પ્રોડક્ટસ પર લોન મેળવી તે લોનના આધારે ફ્લિપકાર્ટ કે એમેઝોન જેવી ઓનલાઈન શોપિંગ કંપનીઓની સાઈટ પરથી ચીજવસ્તુઓ ખરીદી જે તે ચીજવસ્તુઓ કોઈ અન્ય વ્યક્તિના સરનામે ડિલિવર કરી આપતા હતા. આથી લોનની રકમ બજાજા EMI કાર્ડ ધારકોને ભરવી પડતી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here