Tuesday, September 21, 2021
Homeરાજકોટ : ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 4 વર્ષ પૂર્ણ, યજ્ઞ યોજાયો
Array

રાજકોટ : ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 4 વર્ષ પૂર્ણ, યજ્ઞ યોજાયો

ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 4 વર્ષ પૂર્ણ થવાના અવસરે ખોડલધામ મંદિરમાં યજ્ઞ યોજાયો હતો. આ સાથે જ LIVE આરતી યોજાઈ હતી. જેમાં લાખો ભાવિકોએ ઘર બેઠા લાઈવ આરતીનો લ્હાવો લીધો હતો. ભક્તોએ ઘરે બેઠા જ મા ખોડલનું પૂજન કર્યુ હતું. ખોડલધામની આરતીમાં આજે નરેશ પટેલ પણ હાજર રહ્યાં હતા અને યજ્ઞમાં જોડાયા હતા.

લોકોએ ઘરે મા ખોડલનું સ્થાપન કરી મહોત્સવની ઉજવણી કરી.

લોકોએ ઘરે મા ખોડલનું સ્થાપન કરી મહોત્સવની ઉજવણી કરી.

લાખો ભક્તોએ લાઈવ આરતીનો લ્હાવો લીધો

સમસ્ત લેઉવા પટેલ સમાજના આસ્થાનું પ્રતિક એટલે ખોડલધામ-કાગવડ તેમાં 21 જાન્યુઆરીનો દિવસ દર વર્ષે ખોડલધામ માટે મહત્વનો હોય છે. 21 જાન્યુઆરી 2017ના દિવસે ખોડલધામ મંદિરમાં મા ખોડલ સહિત 21 દેવી-દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ખોડલધામ મંદિરના આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ચાર વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા લાઈવ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાખો ભક્તોએ ભાગ લીધો હતો.

કોરોના મહામારીના કારણે સાદગીપૂર્વક ઉજવણી કરાઈ

21 જાન્યુઆરીએ દર વર્ષે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ધામધૂમથી પાટોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે અને મોટી સંખ્યામાં ભાવિકો મા ખોડલના દર્શનાર્થે ઉમટી પડતાં હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થવું હિતાવહ ન હોવાથી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટીમંડળ દ્વારા પાટોત્સવની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું. જેથી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 4 વર્ષ પૂર્ણ થવાના અવસરે ખોડલધામ મુકામે યજ્ઞ તેમજ લાઈવ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

નરેશ પટેલે ખોડલધામમાં મા ખોડલના દર્શન કર્યા.

નરેશ પટેલે ખોડલધામમાં મા ખોડલના દર્શન કર્યા.

ભક્તોએ ઘરે જ મા ખોડલનું સ્થાપન કરી પૂજા કરી

ચોથા પાટોત્સવ નિમિત્તે ભક્તોએ ઘરે જ મા ખોડલનું પૂજન પણ કર્યુ હતું. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતુ કે દર વર્ષે 21 જાન્યુઆરીના દિવસે ખોડલધામ મુકામે ધામધૂમથી મા ખોડલનો પાટોત્સવ ઉજવાઇ છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને લઈને સાદગીપૂર્ણ રીતે તેમજ લાઈવ આરતી કરી માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો છે. તેમજ સર્વે ભક્તોને આહ્વાન કરવામાં આવ્યું હતું કે સૌએ ઘરે જ મા ખોડલની મૂર્તિ કે છબીનું સ્થાપન કરીને કંકુ અને ચોખાથી ચાંદલો કરવો, ત્યારબાદ મા ખોડલને ચુંદડી પહેરાવવી અને ફૂલનો હાર અર્પણ કરી ત્યારબાદ મા ખોડલને પ્રસાદ ધરીને દીવો પ્રગટાવી પૂજન કરવું. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના આ આહ્વાનને ઝીલી ભક્તોએ મા ખોડલની મૂર્તિ કે છબીનું સ્થાપન કરીને પૂજન કરી આશીર્વાદ લીધા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments