રાજકોટ : જિલ્લામાં પંચાયત-નગરપાલિકાઓની ચૂંટણીની તૈયારીને આખરી ઓપ, શાંતિપૂર્ણ મતદાન માટે સર્વત્ર ચુસ્ત સુરક્ષા

0
8

રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આવતીકાલે યોજાનાર છે. જેમાં જિલ્લા પંચાયતની 36 બેઠક માટે 111 ઉમેદવારો,જ્યારે 11 તાલુકા પંચાયતની 202 બેઠક માટે ચૂંટણી યોજાશે, જેમાં વિજયી થવા ભાજપ અને કોંગ્રેસના 586 ઉમેદવારો મેદાને છે. હાલ રાજકોટ જિલ્લામાં પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે, જેથી ઉમેદવારો જાહેરમાં પ્રચાર કરી શકશે નહીં. ત્યારે આજે EVMને મોકલવામાં મતદાન મથક પર મોકલવામાં આવશે, ઉલ્લેખનીય છે કે 6 કોર્પોરેશનમાં ભાજપની જીતની અસર જિલ્લા પંચાયતની આ ચૂંટણીમાં ગ્રામ્ય સ્તરે પડશે કે કેમ તે જોવાનું રહ્યું.

658 બિલ્ડીંગોમાં મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે

રાજકોટ જિલ્લાના 1146 મતદાન બુથ પૈકી 396 મતદાન કેન્દ્રોને સંવેદનશીલ મતદાન કેન્દ્ર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આવતીકાલે 8000થી વધુના ચૂંટણી સ્ટાફને મતદાન મથકનો હવાલો સોંપવામાં આવ્યો છે, આ માટે રાજકોટ જિલ્લામાં 658 બિલ્ડીંગોમાં મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે.

જિલ્લા ભરમાં કુલ 9,41,457 જેટલા મતદારો મતદાન કરશે !
રાજકોટ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં 9,41,457 જેટલા કુલ મતદારોની સંખ્યા સરકારી ચોપડે નોંધાયેલ છે પરંતુ આમાંથી કેટલા લોકો મતદાન કરવા આવશે એ પણ એક યક્ષપ્રશ્ન છે, જિલ્લા પંચાયતની આ ચૂંટણીમાં કોઈ અઘટિત બનાવ ન બને તે સંદર્ભે રાજકોટ જિલ્લામાં 5574 શખ્સોની અટકાયત કરવામાં આવી છે, હાલ કુલ 10 સ્થળોએથી EVM ડીસ્પેચ અને રિસીવિંગ થશે અને 10 સ્થળો પર 2 માર્ચે મતગણતરી થશે. પ્રાપ્ત માહિતી અનુસાર મતદારોને રીઝવવા અર્થે મરણિયો પ્રયાસ થઈ રહ્યા છે. ઉમેદવારો ગામડે ગામડે જઇ મતદારોનો સંપર્ક કરી રહ્યા છે. પરંતુ ઘણા વિસ્તારોમાં મતદારો ઉમેદવારોને મચક આપતા નથી. બીજી તરફ અત્યાર સુધી શહેરની ચૂંટણીમાં રહેલા પક્ષોએ છેલ્લા દિવસોમાં ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચારમાં ઝંપલાવતા ગ્રામ્ય વિસ્તારનું રાજકારણ ગરમાયુ હતું.

રાજકોટ જિલ્લામાં 3000 પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે – રાજકોટ જિલ્લા પોલીસ

જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાની આગામી તા.28ના યોજાનાર ચૂંટણીને પગલે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ અંગે રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે, આગામી ચુંટણીની જિલ્લા પોલીસ દ્વારા અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લામાં 3 હજાર પોલીસ જવાનો તૈનાત રહેશે. અત્યારસુધીમાં 92 ટકા પરવાના વાળા હથિયારો કબ્જે લેવામાં આવ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં 14 સ્થળે ચેકપોસ્ટ શરૂ કરાઇ છે અને ત્યાં 18831 વાહનોનું ચેકીંગ કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લામાં 680 બિલ્ડિંગના 1079 કેન્દ્રો પર મતદાન યોજાશે, આ ચુંટણીમાં 1082 પોલીસ જવાન, SRPની બે કંપની અને એક પ્લાટુન, એક કંપની CICFની અને 1625 હોમગાર્ડ GRD સહિત 3 હજાર જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે.

મતદાન મથકોને સેનીટાઈઝ કરવામાં આવ્યા છે

આવતીકાલે રાજકોટ જિલ્લામાં પંચાયત, પાલીકાની ચૂંટણીઓનું મતદાર યોજાનાર મતદાન પુર્વે તમામ મતદાન મથકોને સેનીટાઈઝ કરવામાં આવ્યા છે. મતદારોને સોશ્યલ ડીસ્ટન્સ સાથે પ્રવેશ આપવામાં આવશે તે પુર્વે તમામ મતદારને હાથ સેનીટાઈઝ કરી હેન્ડગ્લોવ્ઝ આપવામાં આવશે જયારે ચૂંટણી ફરજના સ્ટાફને તમામ મતદાન મથકોમાં ફેસશિલ્ડ, હેન્ડગ્લોવ્ઝ અને સેનેટાઈઝર સહીતની સગવડતાઓ પુરી પાડવામાં આવશે.

અતિસંવેદનશીલ કેન્દ્ર પર વિડીયો શુટીંગ પણ કરાશે

​​​​​​​​​​​​​​સંવેદનશીલ અને અતિસંવેદનશીલ કેન્દ્ર અને બુથની યાદી તૈયાર કરવામાં આવી છે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ કેન્દ્ર પર વિડીયો શુટીંગ પણ કરાશે. જિલ્લાભરમાં 24 કલાક પેટ્રોલીંગ રહેશે.​​​​​​​ કોરોના પોઝિટિવ હોય અથવા કોઇ પોઝિટિવના સંપર્કમાં હોવાથી ક્વોરન્ટાઈન છે તેઓ સીધા મતદાન મથકે જઈ શકશે નહિં. મતદાનના એક દિવસ અગાઉ તેઓએ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે આ માટે તબીબી પ્રમાણપત્ર આપવાનું રહેશે તેમજ સ્વખર્ચે PPE કિટ પહેરીને મતદાન કરવાનું રહેશે.​​​​​​​

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here