Saturday, September 25, 2021
Homeરાજકોટ : પંચનાથ મંદિરે રામનવમીની સાદાઇથી ઉજવણી કરાઇ
Array

રાજકોટ : પંચનાથ મંદિરે રામનવમીની સાદાઇથી ઉજવણી કરાઇ

આજે ચૈત્ર સુદ નોમ એટલે કે આજના દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો.આથી આજના દિવસે સમગ્ર દેશમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે. રામલલ્લાના જન્મના ભવ્ય વધામણા માટે ભાવિકોમાં અનેરો થનગનાટ જોવા મળતો હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે સદાઇથી ભગવાન રામની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટમાં પણ રામજી મંદિરે સાદાઇથી ભગવાન રામની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

રાજકોટમાં દર વર્ષે રામનવમીએ શોભાયાત્રા નીકળે છે
રાજકોટમાં રામનવમીના પવિત્ર પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવા માટે દર વર્ષે શોભાયાત્રા, લઘુયજ્ઞ, રામધૂન, સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાની બીજી લહેર ચાલતી હોવાથી મંદિરોમાં પણ ભક્તોની પાંખી હાજરી જોવા મળી રહી છે.

પંચનાથ મહાદેવ મંદિરમાં ઉજવણી કરવામાં આવી.
પંચનાથ મહાદેવ મંદિરમાં ઉજવણી કરવામાં આવી.

પંચનાથ મંદિરે સાદાઇથી ઉજવણી કરાઇ
આજે ચૈત્ર સુદ નોમ એટલે કે ભગવાન શ્રી રામની જન્મ જયંતિ છે. સમગ્ર દેશ ભરમાં ભગવાન શ્રીરામના જન્મ જયંતિની ઉજવણી સાદગીપૂર્વક કરવમાં આવી રહી છે. રાજકોટમાં પણ પંચનાથ મંદિર ખાતે સાદાઇથી ભગવાન રામના જન્મની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભકતોની પાંખી હાજરી જોવા મળી હતી. આજે રામજન્મની ઉજવણી કરતા ભક્તોએ કોરોનાના કાળરૂપી રાક્ષસનો નાશ થાય તેવી પ્રાર્થના કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments