Saturday, September 18, 2021
Home‘ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ’ ચેલેન્જમાં દેશના 113 શહેરમાંથી, રાજકોટની 11માં નંબરે પસંદગી
Array

‘ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ’ ચેલેન્જમાં દેશના 113 શહેરમાંથી, રાજકોટની 11માં નંબરે પસંદગી

પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

રાજકોટ શહેરને સાયકલ ફ્રેન્ડલી બનાવવા અને નાગિકોને સાયકલનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે સ્માર્ટ સિટીઝ મિશન હઠળ ‘ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ’ ચેલેન્જની શરૂઆત કરવામાં આવી છે. આ ચેલેન્જમાં વિવિધ 113 શહેરોએ ભાગ લીધો હતો. તેમાંથી રાજકોટની 11માં ક્રમે પસંદગી કરવામાં આવી છે. તેથી સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત રાજકોટમાં સાઇકલની પ્રવૃત્તિને વેગ આપવા રૂ.1 કરોડ પુરસ્કારરૂપે મળશે.

શહેરમાં સાયકલિંગને પ્રમોટ કરવામાં આવશે

આ અંગે મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, શહેરોને સાયકલ ફ્રેન્ડલી બનાવવા અને નાગરિકોને સાયકલને ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદેશથી સ્માર્ટ સિટીઝ મિશન દ્વારા ‘ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ’ ચેલેન્જની શરૂઆત કરવામાં આવી હતી. આ ચેલેન્જમાં ટોપ 11 શહેરોની પસંદગી તા.28-07-2021ના રોજ કરવામાં આવી હતી અને તેમાં રાજકોટ શહેરની પણ પસંદગી થતા શહેરને રૂપિયા 1 કરોડનો પુરસ્કાર મળશે. જેનો ઉપયોગ શહેરમાં સાયકલિંગને પ્રમોટ કરવા તેમજ તેનો વ્યાપ વધારવા માટે કરવામાં આવશે.

મેયર ડો.પ્રદીપ ડવ
મેયર ડો.પ્રદીપ ડવ

 

એક સર્વે કરવામાં આવ્યો

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ ચેલેન્જમાં રાજકોટ શહેરે ઇટલી દ્વારા સંચાલિત કેપેસીટીઝ પ્રોજેક્ટના સહયોગથી ભાગ લીધો હતો. રાજકોટમાં આ ચેલેન્જના ભાગ રૂપે પોટેન્શિયલ સાયકલિંગ રૂટ અને સાયકલિંગ દરમિયાન લોકોને જરૂરી સુવિધાઓ અંગે એક સર્વે કરવામાં આવ્યો હતો. જેના બાદ BRTS રૂટ પર એક પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યો હતો.

પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

મનપાના કર્મચારી સાયકલ પર ઓફિસે આવશે

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નાગરિકોમાં સાયકલ અંગે જાગૃતતા લાવવા માટે તેમજ સાયકલ ટુ વર્કને પ્રમોટ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ દર શુક્રવારે કર્મચારીઓ દ્વારા સાયકલનો ઉપયોગ કરી ઓફીસે આવવા માટે એક અભિયાન પણ ચલાવ્યું છે. આ ચેલેન્જ અંતર્ગત રેસકોર્સ ગાર્ડન પાસે PPP ધોરણે સાયકલિંગ શેરિંગ પ્રોજેક્ટની પણ શરૂઆત કરવામાં આવી છે. શહેરમાં સાયકલનો ઉપયોગ વધારવાથી શહેરની આબોહવાને પણ ફાયદો થશે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments