Friday, September 17, 2021
Homeરાજકોટ : કરોડો રૂપિયાની મિલ્કતોની નોંધ ધરાવતું રેકર્ડ અસુરક્ષિત
Array

રાજકોટ : કરોડો રૂપિયાની મિલ્કતોની નોંધ ધરાવતું રેકર્ડ અસુરક્ષિત

રાજકોટની જૂની કલેકટર કચેરીવાળા સંકૂલમાં તાલુકાનાં ૧૦૨ ગામોને લાગુ પડતું ઈ-ધરા કેન્દ્ર જયાં કાર્યરત છે તે જૂનવાણી મકાનની હાલત હવે સાવ કથળી ગઈ છે, જેનાં લીધે કરોડો રૂપિયાની સરકારી અને ખાનગી મિલ્કતોની નોંધ ધરાવતું રેકર્ડ તદ્ન અસુરક્ષિત બન્યું છે. જો તત્કાલ તેની મરમ્મત નહીં કરાવાય તો જમીન કૌભાંડ સહિતના વિવાદોને લગતાં મહત્વપૂર્ણ સરકારી દસ્તાવેજી પૂરાવા નષ્ટ થઈ જવાની ભીતિ જાગી છે.

જિલ્લાના સૌથી મોટા એવા રાજકોટ તાલુકાનું અસલ રેકર્ડ ધરાવતા આ ઈ-ધરા કેન્દ્રમાં ૬ નંબરના રેકર્ડ માટે તો જેવા તેવા કબાટ પણ છે. પરંતુ બાકીની નોંધોવાળું રેકર્ડ સાચવવા કોઈ અલાયદો રૂમ પણ નથી અને નવી કલેકટર કચેરીના ત્રીજા માળે છે એવી સગવડ પણ નથી.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments