રાજકોટ : સિવિલની મેડિકલ કોલેજના બાકી માંગણા સામે રૂ.1.62 કરોડ રિકવરી કરી

0
3

ચૂંટણી પૂર્ણ થતા અને માર્ચ એન્ડિંગ આવતા જ રાજકોટ મનપાએ બાકી વેરાની વસૂલાત માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં મહાનગરપાલિકા દ્વારા વેરો ન ભરનારને નિયમ અનુસાર વોરંટ અને નોટિસ બજવણી કરવામાં આવી છે. તેમજ રૂબરૂ વારંવાર જણાવ્યા હોવા છતાં વર્ષ 2020થી 2021 સુધીનો બાકી વેરો ન ભરનાર વેરા બાકીદારોની મિલકત જપ્તી કરવાની અને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે રાજકોટમાં આવેલી સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજના બાકી માંગણા સામે રૂ.1.62 કરોડની રિકવરી કરવામાં આવી હતી

સેન્ટ્રલ બેંકના બાકી માંગણા સામે રૂ.3.32 લાખ રિકવર કરાયા
આ ઉપરાંત સેન્ટ્રલ બેંકના બાકી માંગણા સામે રૂ. 3.32 લાખનો વેરો વસુલવામા આવ્યો હતો. જ્યારે સિટી સર્વે ઓફિસના બાકી માંગણા સામે રૂ.8.57 લાખની રિકવરી નીકળી હતી. આ પહેલા પણ મનપા દ્વારા બેકબોન શોપિંગ સેન્ટરમાં 3-યુનિટના બાકી માંગણા સામે રિકવરી રૂ.98,000, વોર્ડ નં-14માં શ્રમજીવી સોસાયટીમાં 2-યુનિટને નોટિસ આપતા રિકવરી રૂ.90,000, વોર્ડ નં-17માં ઢેબર રોડ પરના કોમર્શિયલ યુનિટના બાકી માંગણા સામે રૂ.50,000 રિકવરી, નેહરૂનગરમાં 3-યુનિટના બાકી માંગણા સામે જપ્તીની નોટિસ આપી છે. સુમરા બોર્ડિગના બાકી માંગણા સામે રૂ.2.96 લાખ રિકવરી કરવામાં આવી હતી. આ સાથે વેરા-વસુલાત શાખા દ્વારા કુલ-18 મિલકતોને સીલ, 29 મિલકતોને નોટિસ આપીને 45 લાખ રિકવરી કરી છે.

બાકીદારોની મિલકત જપ્તી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
બાકીદારોની મિલકત જપ્તી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

વેરા વસુલાતનો લક્ષ્યાંક પૂરો કરવામાં હજુ 87 કરોડ બાકી
મનપાના કર્મચારીઓને પગાર આપવા માટેનો ખર્ચ જે હેડમાંથી લેવામા આવે છે તેમાં વેરા વસુલાતનો લક્ષ્યાંક રૂ.260 કરોડમાંથી હાલ રૂ.171 કરોડની જ આવક થઇ છે. જ્યારે એફએસઆઇ વેચાણથી રૂ.150 કરોડની આવકના લક્ષ્યાંકમાં રૂ.70 કરોડ જ તિજોરીમાં આવ્યા છે. આ ઉપરાંત વાહન વેરાના રૂ.17 કરોડમાંથી માત્ર 8 કરોડ અને પ્રોફેશનલ ટેક્સની આવકમાં રૂ.10 કરોડમાંથી 7 કરોડ જ આવ્યા છે. હાલની સ્થિતિએ રૂ.180 કરોડનું જે ગાબડુ દેખાયું છે એ પુરવા માટે જમીન વેચાણ ઉપર મદાર રાખવામા આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here