રાજકોટ : લોકોની ફરિયાદનું નિરાકરણ આંગળીના ટેરવે, મેયર ડેશ બોર્ડ શરૂ કરાશે

0
3

રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ડો.પ્રદીપ ડવે ગુજરાતમાં પ્રથમ પ્રયોગ કર્યો છે. જેમાં મુખ્યમંત્રીની જેમ લોકોની ફરિયાદોનું નિરાકરણ માટે મનપા કચેરીમાં મેયર ડેશ બોર્ડની રચના કરવામાં આવશે. રાજકોટ મનપાની અમુક સેવાઓ હવે લોકો ઘરે બેઠા જ આંગળીના ટેરવે ઉકેલી શકશે. એટલું જ નહીં લોકોની ફરિયાદોનું નિરાકરણ ડેશ બોર્ડના જેતે કમિટીના સભ્યો ઉકેલ લાવશે.

ફરિયાદોનું નિરાકરણ વહેલું થાય તેવા પ્રયાસો રહેશે
રાજકોટ શહેરને ખરા અર્થમાં સ્માર્ટ સીટી બનાવવાનો પ્રયાસ રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવ અને તેની યુવા બોડી દ્વારા કરવાનો પ્રયાસ કર્યો છે. રાજકોટવાસીઓને મનપા કચેરીના ધક્કા ન ખાવા પડે અને ઘર બેઠા જ ફરિયાદોનું નિરાકરણ આવે તે માટે મેયર ડેશ બોર્ડની રચના કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં રાજકોટવાસીઓ ઘરે થી આંગળીના ટેરવે જ પોતાની ફરિયાદોનું નિરાકરણ મેળવી શકશે. રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવે કહ્યું હતું કે, ખરા અર્થમાં સ્માર્ટ સીટી બનાવવા માટે આ ડેશ બોર્ડની રચના કરવામાં આવશે. જેમાં ફરિયાદોનું નિરાકરણ કરવા ડેશ બોર્ડમાં જેતે સમિતિના સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવશે. લોકોના વધુમાં વધુ ફરિયાદોનું નિરાકરણ વહેલું થાય તેવા પ્રયાસો રહેશે.

કોર્પોરેશનનો ધક્કો નહિ ખાવો પડે – મેયર
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ડેસ્ક બોર્ડ છે તેવી જ રીતે રાજકોટ મેયર ડેશ બોર્ડ શરૂ કરવામાં આવશે. નવા ભળેલા ગામોમાં લાઈટ, પાણી, ગટર, રસ્તા અને સફાઈ સહિતની વસ્તુઓને પ્રાધાન્ય આપવામાં આવશે. જરૂર પડ્યે આરોગ્ય અને કેન્દ્રની ઇમરજન્સી સેવા માટે ખાસ આયોજન કરવામાં આવશે. જન્મ-મરણ, વેરો વસુલર, સર્ટિફિકેટ માટેની સેવાઓ ઓનલાઈન છે તેનો પણ મેયર ડેશ બોર્ડમાં સમાવેશ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here