Saturday, September 18, 2021
Homeરાજકોટ : નિવૃત્ત PSIએ પત્નીના વિયોગમાં ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી
Array

રાજકોટ : નિવૃત્ત PSIએ પત્નીના વિયોગમાં ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

રાજકોટમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં પત્નીના વિયોગમાં નિવૃત્ત PSIએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે નિવૃત્ત PSI નાથાભાઇ બાલાસરાના મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે મૃતદેહ પીએમમાં ખસેડ્યો

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના જામનગર રોડ પર વાંકાનેર સોસાયટી-5માં રહેતાં નિવૃત્ત PSI નાથાભાઇ લક્ષમણભાઇ બાલાસરાએ આજે બપોરના સમયે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના PSI એચ.વી.સોમૈયા અને ટીમ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક PSIએ વીઆરએસથી નિવૃત્તિ લીધી હોવાનું સામે આવ્યું છે.

સંતાનમાં બે પુત્ર છે

આ સાથે જાણવા મળતી વિગત મુજબ આપઘાત કરનાર PSIને પરિવારમાં બે દિકરા છે અને થોડા સમય પહેલા તેમના પત્નીનું કેન્સરના કારણે અવસાન થયું હતું. પછી પોતે સતત ડિપ્રેશનમાં રહેતાં હતા. ત્યારે પત્નીના વિયોગમાં આવી આ પગલું ભર્યાનું હાલ બહાર આવી રહ્યું છે. ગાંધીગ્રામ પોલીસે મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નિવૃત્ત PSIના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો.
નિવૃત્ત PSIના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો.

અગાઉ ઘરકંકાસમાં સગર્ભાએ એસિડ પી જિંદગી ટૂંકાવી હતી

રાજકોટના ભીચરી અમરગઢ ગામે રહેતી જીવુબેન સોલંકીએ 22 દિવસ પહેલા એસિડ પી જતાં સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ મોડી રાતે મહિલાએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. પતિ વસંતે કહ્યું હતું કે ઘરમાં ક્લેશ થતાં પત્નીએ આ પગલું ભર્યું હતું. બીજી તરફ, જીવુબેનનાં ભાઇ-ભાભીએ આક્ષેપ કર્યો હતો કે પતિનો ત્રાસ હતો, એસિડ પીવડાવી દેવામાં આવ્યું છે. કરુણતા એ છે કે મોતને ભેટેલી જીવુબેનના પેટમાં બે સંતાન ઊછરી રહ્યાં હતાં, તેનાં પણ મોત નીપજ્યાં હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments