Monday, October 25, 2021
Homeરાજકોટ : સિવિલ હોસ્પિટલમાં CM રૂપાણી નવો ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવા રૂપિયા...
Array

રાજકોટ : સિવિલ હોસ્પિટલમાં CM રૂપાણી નવો ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવા રૂપિયા દોઢ કરોડ ફાળવાયા

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા ઘટી રહી છે. બીજી તરફ ટેસ્ટિંગનું પ્રમાણ ઘટાડવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. આજે બપોર સુધીમાં 145 કેસ નોંધાયા છે. તેમજ કુલ કેસની સંખ્યા 38035 પર પહોંચી છે. કોરોનાની સારવાર ખાનગી હોસ્પિટલમાં થતા ખર્ચ સામાન્ય પરિવાર માટે પરવડે તેમ નથી. જોકે તે માટે 18 એપ્રિલે રાજ્ય સરકારે એવી જાહેરાત કરી હતી કે, ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ પણ માન્ય ગણાશે. આ કાર્ડના ઉપયોગથી દર્દીઓની સારવાર વિનામૂલ્યે થશે.આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં CM રૂપાણી અને ધારાસભ્ય ગોવિંદ પટેલ તથા અરવિંદ રૈયાણીની વર્ષ 2021-22ની ગ્રાન્ટમાંથી નવો ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવા રૂપિયા દોઢ-દોઢ કરોડ ફાળવવામાં આવ્યા છે. આ પ્લાન્ટ થકી હોસ્પિટલમા ઓક્સિજનનો પૂરતો જથ્થો મળી રહેશે.

 

રાજકોટ મોટાભાગની હોસ્પિટલે મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ નહીં ચાલે તેવું કહ્યું
આ જાહેરાતને 22 દિવસ વિત્યા બાદ તેમજ રાજકોટમાં ખાલી બેડની સંખ્યા વધતા કાર્ડ ધરાવતા દર્દીઓને દાખલ કરાય છે કે નહિ તે જાણવા શહેરની કોવિડ હોસ્પિટલ્સમાં રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. શહેરની કુલ 50 કોવિડ હોસ્પિટલમાંથી 35 હોસ્પિટલમાં કોરોનાના દર્દીને આયુષ્યમાન કાર્ડ કે અમૃતમ કાર્ડમાં સારવાર આપવાની ઘસીને ના પાડી દીધી હતી. કેટલીક હોસ્પિટલમાં એવું પણ કહેવાયું કે, ‘રાજકોટની કોઈપણ હોસ્પિટલમાં અમૃતમ કાર્ડ કે આયુષ્યમાન કાર્ડમાં કોવિડની સારવાર નહીં જ થાય, અને આગામી એક મહિના સુધી તપાસ પણ ન કરતા. કારણ કે, સરકારે જાહેરાત ભલે કરી પરંતુ કોઈ હોસ્પિટલ અમૃતમ કાર્ડમાં કોવિડના દર્દીની સારવાર નહીં કરે.’

 

કલેકટરને ગ્રાન્ટ ફાળવતા MLA અરવિંદ રૈયાણી

પોઝિટિવ રેટ 11.4 ટકાએ પહોંચી ગયો
રાજકોટ જિલ્લાના વિવિધ ગામડાઓમાં સાત દિવસ પહેલાં તારીખ 2 મેના રોજ એક જ દિવસમાં 3813 લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું જેમાંથી 127 લોકોનો રિપોર્ટ પોઝિટીવ જાહેર થયા હતા. આ રીતે જોવા જઈએ તો સાત દિવસ પહેલાં જિલ્લામાં પોઝિટીવિટી રેટ 3.3 ટકા નોંધાયો હતો. જો કે સાત દિવસમાં સ્થિતિ કાબૂ બહાર ચાલી ગઈ હોય તેવી રીતે 9મે ના રોજ એક દિવસમાં 3452 લોકોનો ટેસ્ટ કરાયો હતો જેમાંથી 395 લોકો પોઝિટીવ નીકળતાં રેટ 11.4 ટકાએ પહોંચી ગયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments