Wednesday, September 29, 2021
Homeરાજકોટ : રૂડાનો સૌથી મોટો પ્રોજેક્ટ, 103 કરોડના ખર્ચે બનતો વોટર ફિલ્ટર...
Array

રાજકોટ : રૂડાનો સૌથી મોટો પ્રોજેક્ટ, 103 કરોડના ખર્ચે બનતો વોટર ફિલ્ટર પ્લાન્ટ 22 ગામને પીવાનું પાણી પુરૂ પાડશે

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા સત્તામંડળ વિસ્તારમાં આવતા ગામોની સુખાકારી માટે આંતર માળખાકીય સુવિધાઓના પ્રોજેક્ટરનો લાભ હંમેશા ગ્રામજનોને આપવામાં આવતો હોય છે. ત્યારે રૂડાની બલ્ક વોટર સપ્લાય સ્કિમે પાણી પુરવઠાનો સૌથી મોટો રૂડાનો પ્રોજેક્ટ ગણી શકાય છે. આ પ્રોજેક્ટની કુલ કિંમત રૂ.102.74 કરોડ થાય છે અને 22 ગામોને આવરી લેવામાં આવ્યા છે. જેમાં વિજયનગર, બેડી, આણંદપર, નારણકા, રાજગઢ, સોખડા, મનહરપર, બાઘી, હડમતીયા, ધમલપર, રોણકી, ન્યારા, રતનપર, નાકરાવાડી પરાપીપળીયા, વિરડા વાજડી, ગૌરીદડ, માલયાસણ, ખંડેરી, હરીપર પાળ, મોટા મોવા અને મુંજકાનો સમાવેશ થાય છે. આમ કુલ 22માંથી 18 ગામોને શુદ્ધિકરણવાળું પીવાલાયક પાણી વોટર ફિલ્ટર પ્લાન્ટ મારફતે પહોંચાડવામાં આવશે.

ટાંકા મારફતે બેડી ખાતે 20 લાખ લિટરના સંપમાં પાણી રખાશે

હડાળા ગામે 25 એમએલડી કાચું પાણી વિજયનગર ખાતે 50 લીટર ક્ષમતાવાળા સમ્પમાં પહોંચાડવામાં આવશે. ત્યારબાદ ત્યાંથી ગવરીદડ ખાતે 25 એમએલડી ક્ષમતાવાળું વોટર ફિલ્ટર પ્લાન્ટ ઊભું કરવામાં આવ્યું છે. આ પાણીને વોટર પ્લાન્ટ ખાતે તેનું શુદ્ધિકરણ કરવામાં આવશે. તેમજ 95 લાખ લિટરના સમ્પમાં તેનો સંગ્રહ કરવામાં આવશે. ત્યારબાદ તેને પમ્પિંગ કરી 26 લાખ લીટર પ્લાન્ટ થકી પાણીના ટાંકામાં પહોંચાડવામાં આવશે. આ ટાંકા મારફતે બેડી ખાતે 20 લાખ લિટરના સંપમાં પાણી છે ત્યાંથી પાંચ ગામ અને શુદ્ધિકરણનું પાણી પ્રાપ્ત થશે.

ગૌરીદડ WTP પ્લાન્ટ.

ગૌરીદડ WTP પ્લાન્ટ.

84 કિ.મી ની ડી.આઇ પાઇપ લાઇન પાથરવામાં આવશે

રાજકોટ-અમદાવાદ હાઇવે પર માલયાસણ ખાતે 20 લાખ લિટર પાણી પહોંચાડી ચાર ગામોને શુદ્ધિકરણ પાણીનો લાભ મળશે. એવી જ રીતે પરાપીપળીયા ખાતે 10 લાખ લીટરનો ઈએસઆર અને 20 લાખ લિટરનો સમ્પ કરવામાં આવ્યો છે. ત્યાંના ગામોને પણ આવી જ રીતે શુદ્ધિકરણનું પાણી પ્રાપ્ત થશે તેમજ મોટા મોવા ખાતે 50 લાખ લીટરનો સંપ ઉભો કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત આશરે 84 કિ.મી ની ડી.આઇ પાઇપ લાઇન પાથરવામાં આવશે.

પાઇપનો વ્યાસ 150 મી.મીથી 900 મી.મી નો રહેશે

​​​​​​​ભાગ એકમાં 18 ગામોમાં 84 કિ.મી.માં ડી.આઈ. પાઈપલાઈન પથરાશે. જે 150 એમ.એમ.થી લઈને 900 એમ.એમ. સુધીનાં વ્યાસની પાઈપલાઈન પાથરવામાં આવશે. કોઈ પણ પાણી પુરવઠા યોજના હોય તે ભવિષ્યના પ્લાનિંગને ધ્યાનમાં રાખી બનવામાં આવે છે. સત્તા મંડળ વિસ્તારોમાં ગામોમાં ગામતળ પૂરતું પાણી આપવામાં આવતું હોય છે. ગામતળ સિવાયના વિસ્તારોમાં પાણીની ખૂબ તંગી રહેતી હોય છે. જ્યારે ડેવલોપિંગ થતુ હોય ત્યારે આ યોજનાથી જે ગામો આવરી લેવામાં આવ્યા છે. તેમને પીવાના શુદ્ધ પાણીને માળખાગત વ્યવસ્થા મળશે. આવનારા 30 વર્ષનાં પ્લાનિંગ સાથે આ યોજના બનાવવામાં આવી રહી છે.

પ્લાન્ટ ખાતે જ પાણી શુદ્ધ કરવામાં આવશે.

પ્લાન્ટ ખાતે જ પાણી શુદ્ધ કરવામાં આવશે.

મોટામવામાં 50 લાખ લીટરનો સંપ બનાવામાં આવી રહ્યો છે

થોડાક સમયમાં જ આ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ જશે. ભાગ બેમાં કુલ 4 ગામોમાં છે જે પૈકી બે રૂડા વિસ્તારના અને બે રૂડામાંથી આર.એમ.સી.માં ભળેલા છે. જેમાં આર.એમ.સી.માં ભળેલા ગામોને આર.એમ.સી.નાં મવડી સ્થિત ડબલ્યુટીપી પ્લાન્ટમાંથી સપ્લાય કરવામાં આવશે. રૂડા દ્વારા મોટામવામાં 50 લાખ લીટરનો સંપ બનાવામાં આવી રહ્યો છે. જેમાં શુદ્ધ પાણી પહોંચાડવામાં આવશે. ત્યાંથી મોટામવા અને મુંજકા, હરીપળપાળ ગામોને શુદ્ધિકરણવાળુ પાણી પહોચાડવામાં આવશે. તે વિસ્તારની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે.

ટકા કામગીરી પુરી થઈ ચૂકી

50 ટકા કામગીરી પુરી થઈ ચૂકી છે. અને 80 ટકા પાઈપલાઈન પણ નખાય ચૂકી છે. આ પ્રોજેક્ટમાં પાણીની આવક સતત ચાલુ રહેશે અને પાણીનો સપ્લાય સતત ચાલુ રહેશે ભવિષ્યમાં પણ રૂડા આવા પ્રોજેકટથી લોકોને સુખાકારી આપતી રહેશે. પાણી પુરવઠાનો પ્રથમ આટલો મોટો પ્રોજેક્ટ રૂડાએ હાથ ધર્યો છે. સતામંડળ આવી જ રીતે સતામંડળ વિસ્તારમાં આવતા ગામો આંતર માળખાકીય પ્રોજેક્ટોનો લાભ આપતો રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments