રાજકોટ : 30 વર્ષ પહેલા 40 વર્ષના યુવકે સગીરાનું અપહરણ કર્યું હતું, 70 વર્ષની ઉંમરે પકડાયો

0
4

ધોરાજીના સૂપેડી ગામે 30 વર્ષ પહેલાં સગીરાનું અપહરણ કરી જનાર નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ધોરાજીના સુપેડી ગામની સગીરાને વર્ષ 1991માં 40 વર્ષનો આરોપી ધીરૂ પોલા સોવસીયા નામનો શખ્સ લલચાવી ફોસલાવીને અપહરણ કરી ગયા હતો. હાલ તેની ઉંમર 70 વર્ષની થતા પોલીસને તેને ઝડપવામાં સફળતા મળી છે. ધીરૂએ સગીરાને ગર્ભવતી કરી બં સંતાન પણ કર્યા હતા. જોકે બાદમાં બંને સંતાનના બિમારીથી મોત નીપજ્યા હતા

ધોરાજી પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાઇ હતી
આ મામલે ધોરાજી પોલીસ મથકે ગુના રજી નંબર 66/1991 આઇપીસી કલમ 363, 366 મુજબ ગુનો નોંધાયો હતો. આ ગુનાનો આરોપી છેલ્લા ત્રીસ વર્ષથી નાસતો ફરતો હતો. જિલ્લા પોલીસ વડા બલરામ મીણા, નાયબ પોલીસ વડા સાગર બાગમર સહિતના પોલીસ અધિકારીઓને મળેલી હકીકતના આધારે પોલીસ ટીમે આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ધીરૂ સગીરાના માતા-પિતા સાથે મજૂરીકામ કરતો
આરોપી ધીરૂ સગીરાના માતા-પિતા સાથે મજૂરીકામ કરતો હતો. તેમજ તેમના ઘરની બાજુમાં જ રહેતો હતો. તે સમયે તેની ઉંમર 40 વર્ષની હતી. આમ છતાં 17 વર્ષની સગીરાનું અપહરણ કર્યું હતું. ધીરૂ સગીરાનું અપહરણ કરી સુરત રહેતો હતો અને સગીરાને બે સંતાનની માતા બનાવી હતી. બાદમાં સગીરા ધીરૂ સાથે પાંચ વર્ષ રહ્યાં બાદ જતી રહી હતી. હાલ સગીરા કે જે મહિલા બની છે તે ક્યાં છે તે રહસ્ય છે.

રાજકોટ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડે ઝડપી પાડ્યો.
રાજકોટ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડે ઝડપી પાડ્યો.

ઘણા વર્ષ રાજસ્થાન અને હિમાચલપ્રદેશમાં રહ્યો
સુરત બાદ ધીરૂ ઘણા વર્ષો સુધી રાજસ્થાન અને હિમાચલપ્રદેશમાં રહ્યો હતો. પોલીસે તેની ઘણા વર્ષો સુધી શોધખોળ કરી હતી. પરંતુ મળતો નહોતો. રાજકોટ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડના PSI સી.એસ.વાછાણી પાસે આ કેસ આવતા ASI જગત તૈરેયાને તપાસ સોંપી હતી. તેણે દોઢ મહિના સુધી તપાસ કરતા માહિતી મળી હતી કે, આરોપી હાલ કોટડાસાંગાણીના બિલેશ્વર મંદિર પાસે ઝૂંપડામાં રહે છે. પોલીસે ત્યાંથી તેની ધરપકડ કરી હતી.

સગીરા પાંચ વર્ષ જ સાથે રહી
પોલીસ પૂછપરછમાં ધીરૂએ જણાવ્યું હતું કે, જે સગીરાને ભગાડી ગયો હતો તેને પાંચ વર્ષ બાદ સુરતના કામરેજથી બસમાં બેસાડી દીધી હતી. બંને પુત્રો તેની પાસે હતા. જેના બાદમાં બિમારીને કારણે મૃત્યુ નીપજ્યા હતા. પોલીસ હવે તે જે સગીરાનું અપહરણ કર્યુ હતું તે ક્યાં છે તેની શોધખોળ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here